ખેડા :વડતાલ ગાદીના વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતા

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડતાલ ગાદીના વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતા છે. બન્ને પક્ષ વચ્ચે દોઢ દાયકા બાદ સુખદ સમાધાનના સંકેત જોવા મળ્યા. જેમાં આચાર્ય પક્ષ તરફથી નિત્યસ્વરૂપ સ્વામી હાજર રહ્યા. જ્યારે દેવ પક્ષ તરફથી પણ અગ્રણી સંતો હાજર રહ્યા. ત્યારે જૂનાગઢ અને ગઢડા મંદિરની ચૂંટણી બાદ હવે સમાધાન થઈ શકે છે. નોંધનીય છે કે, ગઢડા મંદિરની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે. જ્યારે જૂનાગઢ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષે સત્તા જાળવી રાખી છે. મહત્વનું છે કે, વડતાલ તાબામાં ત્રણ મુખ્ય મંદિર આવે છે.
સંપ્રદાયના નિયમ વિરૂદ્ધ ત્રીજી ગાદીની સ્થાપ્ના કરી હતી. શ્રીજી મહારાજના આદેશો પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યુ હતું. બ્રહ્મચારી અને સાધુને દિક્ષા ન આપવી. ગૃહસ્થ હરિભક્તોને ગુરૂમંત્ર ન આપવો. નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા ન કરવી.

હરિભક્તોને ત્યાં પધરામણી ન આપવી. આવેલી ભેટ મંદિરમાં જમા કરાવવાના સ્થાને અંગત ઉપયોગમાં લેવી. 2003માં અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાયા હતા. સર્વાનુમત્તે રાકેશપ્રસાદ મહારાજને આચાર્ય પદે આરૂઢ કર્યા હતા. જે અંગેનો દાવો નડિયાદ જ્યુડિશીયલ કોર્ટમાં કરાયો હતો. 6 મહિનાથી `પર ડે’ કાર્યવાહી ચાલી રહી હતી. જેનો આજે ચુકાદો આવી શકે છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી