ખેડબ્રહ્મા : ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરનાર ૩૮૫ ગ્રામ જથ્થા સાથે ઝડપાયો

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.ઉપાધ્યાયને ખાનગી રાહે બાતમી મળેલ કે ખેડબ્રહ્મા મંદિર સામે ભિલકા તળાવની પાળ ઉપર છાપરામાં રહેતા રમેશ ઉર્ફે રામદાસ સલાટ નામનો માણસ તેના છાપરામાં બહારથી ગાંજો લાવી નાની નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરી યુવા પેઢીને બરબાદ કરવાનું કામ કરે છે.

જે હકીકત એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.ઉપાધ્યાય તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા ખેડબ્રહ્મા અંબાજી મંદિરની સામે ભિલકા તળાવની પાળ ઉપર આવેલ રમેશ ઉર્ફે રામદાસ સલાટનાં છાપરામાં દરોડા પાડતાં છાપરામાંથી ૩૮૫ ગ્રામ ગાંજો કિંમત.રૂ.૩૮૫૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટનો ગેરકાયદેસર રીતે મળી આવતા તેને કબ્જે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી