બંગાળમાં ખેલા હોબે..તો કેરળમાં “સોને કા ખેલા હોબે” ધૂમ મચાયે ધૂમ..!

કેરળ સરકારે ઇડી સામે તપાસ પંચ નિમ્યું, પછી સીબીઆઇનો વારો..?

ઇડી સામે પોલીસ કેસ, ઇડી સામે આરોપીનો કેસ-યે હો ક્યા રહા હૈ..?

જો રાજ્યો કેન્દ્રીય એજન્સીઓની સામે કેસ-તપાસ પંચ નિમશે તો પરિણામ..?

પછી કદાજ રાજ્યો એમ પણ કહે કે અમારે ભારત સાથે રહેવુ નથી, તો..?

રશિયામાંથી રાજ્યો અલગ થતાં મહાસત્તા રશિયાની આજે શું હાલત છે..?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

“ગોડસ ઓન કન્ટ્રી” તરીકે ઓળખાતાં કેરળ રાજ્યની મુલાકાત લેવાનું દરેકને ગમે એવા  સરસ મજાના નયનરમ્ય અને મનને હરી લે તેવા મનોહારી  અને એક એકથી ચડિયાતા જાણે કે કોઇ ચિત્રકારે છૂટા હાથે રંગો ફેલાવ્યાં હોય તેવા અદભૂત અને અતૂલ્ય સ્થળો કેરળમાં આવેલા છે. પાંચ રાજ્યોમાં કેરળમાં પણ હાલમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે.

ગયા વર્ષે કેરળમાં લોકડાઉન ખૂલ્યા બાદ 30 કિલો સોનુ એરપોર્ટ પરથી પકડાયું. કેરળ સરકાર સાથે જોડાયેલી સ્વપ્ના સુરેશ નામની એક વગદાર મહિલાની ધરપકડ થઇ હતી. નવાઇની અને ચોંકાવનારી બાબત એ છે કે અખાતના દેશથી આ સોનુ ડીપ્લોમેટિક ચેનલ દ્વારા લાવવામાં આવ્યું હતું. ડીપ્લોમેટિક ચેનલ એટલે સરકાર સાથે જોડાયેલી વ્યક્તિ જે બેગ-સામાન વગેરે. લાવે તેની કોઇ ચકાસણી થતી નથી., એરપોર્ટ પર ડિપ્લોમેટિક ચેનલ દ્વારા બારોબાર સરકારી પર્સનની બેગ-સામાન તપાસ વગર બહાર આવી જાય છે. ચોક્કસ બાતમીના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ 5 જુલાઇ 2020ના રોજ એરપોર્ટ પર ડીપ્લોમેટિક ચેનલમાંથી બહાર આવેલી બેંગની તપાસ કરી ત્યારે તેમાંથી 30 કિલો સોનુ મળી આવ્યું…!. અને જે મહિલા પકડાઇ તેની સાથે સીએમઓના એક અધિકારી પણ તે પછી પકડાયા. ઇડીએ શંકા જાહેર કરી કે  સોનાની દાણચોરીમાં સીએમ પિનારાયી વિજયન પણ સંડોવાયેલા હોઇ શકે.

કેરળ વિધાનસભા નિયમસભા-કાયદા પરિષદ તરીકે ઓળખાય છે. કુલ 140 બેઠકો છે. 2016ની ગઇ ચૂંટણીમાં ભાજપને માત્ર 1 બેઠક મળી હતી. કેરળમાં વર્ષોથી સામ્યવાદી પક્ષોની બનેલી સરકાર રાજ કરે છે. કેરળમાં સાક્ષરતા દર 100 ટકા છે અને શિક્ષણનું પ્રમાણ  સમગ્ર દેશમાં સૌથી વધારે કેરળમાં  છે. લોકો સૌથી વધારે ભણેલા છતાં ભાજપ કે કોંગ્રેસને બદલે ડાબેરી વિચારશરણી ધરાવનાર સામ્યવાદીઓ-લાલ બિરાદરની સરકાર કેમ પસંદ કરે છે તે એક અભ્યાસનો વિષય હોઇ શકે.

આ વર્ષે કેરળની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા સોનાની દાણચોરીએ રાજકિય ધમાસાણ મચાવવાનું એવુ શરૂ કર્યું કે ચૂંટણીઓ જાહેર થયા પછી હમણાં એક સપ્તાહ પહેલા કેરળ સરકારે સોનાના કેસની તપાસ કરનાર ઇડીની સામે જ પોલીસ કેસ કરી નાંખ્યો..!!  જેમાં કેરળ સરકારે ઇડી સામેના પોલીસ કેસમાં એવુ જાહેર કર્યું કે ઇડીએ સ્વપ્નાની પૂછપરછ કરી ત્યારે  તે વખતે હાજર બે મહિલા પોલીસે  હવે સરકારને એવુ નિવેદન આપ્યું છે કે ઇડીના સત્તાવાળાઓ જેલમાં સ્વપ્ના પર દબાણ લાવતા હતા કે દાણચોરીના કેસમાં  તે સીએમનું નામ પણ જાહેર કરે…

કેરળ-મહારાષ્ટ્ર-બંગાળ  સહિત 8 રાજ્યો એવા છે કે જેમણે પોતાના રાજ્યમાં  કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જુના કેસની ભલે તપાસ થાય પણ નવા કેસો સીબીઆઇને સોંપવા ના જ નહીં. કેરળ સરકારે ઇડી સામે સીએમને ફસાવવાનો કાવતરાંનો પોલીસ કેસ કરતાં ઇડીએ સંભવિત ધરપકડ સામે સ્થાનિક કોર્ટમાં ધા નાંખી અને કોર્ટે 30 માર્ચ સુધી ઇડી સામે કોઇ કાર્યવાહી નહીં કરવા જાહેર કર્યું છે.

માથે ચૂંટણી છે અને મતદાન પણ નજીકમાં છે ત્યારે કેરળ મંત્રીમંડળે પોલીસ કેસ ઉપરાંત હવે ઇડી અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓની સામે જ્યુડીશિયલ ઇન્કવાયરી-ન્યાયિક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી નાંખી..!  તાત્કાલિક નિવૃત જજ વી.કે.મોહનનું તપાસ પંચ પણ  નિમાઇ ગયું જે એ બાબતની તપાસ કરશે કે સોનાની દાણચોરી અને ડોલર હવાલા કેસમાં મુખ્યમંત્રીનું નામ સામેલ કરવા ઇડીનું કોઇ કાવતરૂ છે કે કેમ…? યહાં બતાના જરૂરી હૈ કી સોના કેસમાં 12-13 એપ્રિલના રોજ ઇડીએ સ્વપ્ના સુરેશની પૂછપરછ કરી .અને તેની પૂછપરછના આધારે ઇડીએ જાહેર કર્યું છે  કે સોનાની અને ડોલરની દાણચોરીના કેસમાં કેરળના સીએમ પિનારાયી વિજયન સંડોવાયેલા છે…! સીએમને સમન્સ પણ મોકલાયુ હોવાનું ચર્ચાય છે.

ઔર ઉસકે બાદ ઇડી સામે કેરળ પોલીસ દ્વારા કાવતરાનો  કેસ અને હવે નિવૃત જજનું તપાસ પંચ. આટલુ ઓછુ હોય તેમ 5 માર્ચના રોજ સોના કેસમાં એક અન્ય આરોપી સંદીપ નાયરે એર્નાકુલમના જિલ્લા જજને પત્ર લખ્યો કે ઇડી તેના પર એવુ  દબાણ લાવી રહી છે કે તેઓ ઇડીને એવુ નિવેદન આપે કે 30 કિલો સોનાની દાણચોરીમાં સીએમ પણ સંડોવાયેલા છે…!!

મોદી સરકારે સંઘીય માળખામાં રાજ્યો સાથે સહકારની નીતિ જાહેર કરી છે પણ જો રાજ્યો આ રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે પોલીસ કેસ- તપાસ પંચ-કોર્ટમાં સંદીપની ફરિયાદના નુસ્ખા અજમાવશે તો  કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારની નીતિ કઇ રીતે શક્ય બનશે..? અને આ બધુ ચૂંટણી ટાણે જ..? બંગાળમાં ખેલા હોબે….તો કેરળમાં સોને કા ખેલા હોબે…ચાલી રહ્યું છે. કેરળે કેન્દ્ર સામે શિંગડા ભરાવ્યાં છે. અને હવે સામ સામે રાજ્યોના અધિકારો અંગેના દાવા ન્યાયની અદાલતમાં  રજૂ થશે. ત્યાં સુધીમાં પરિણામ જાહેર થયું અને દો મઇ-વામ સરકાર ગઇ…તો સોના કિતના સોના હૈ…માં પૂર્વ સીએમ વિજયનની ધરપકડ ચોક્કસ અને જો ફરીથી વામપંથીઓ કી સરકાર આઇ તો કદાજ કેરળમાં તો કેન્દ્રીય એજન્સીઓ માટે તપાસ કરવાનું ભારી હો શકતા હૈ…!

કેન્દ્ર સરકાર સામે માથુ ઉંચકવાની હિંમત ગુજરાતે 2001 પછી શરૂ કરીને કેન્દ્ર સરકાર પાસેથી નશાબંધી નીતિથી ગુજરાતને થતાં નુકશાનની ભરપાઇ માંગવામાં આવતી હતી, ગુજરાતમાંથી કેન્દ્ર કેટલો ટેક્સ લઇ જાય છે અને તેમાંથી ગુજરાતને કેટલા ઓછા મળે છે તેવી રજૂઆતો નાણાં પંચો સમક્ષ રજૂ થતાં હતા. પણ ઇડી-સીબીઆઇની ગુજરાતમાં નો એન્ટ્રી જેવા નિર્ણયો નહોતા કર્યા. કેરળે કેન્દ્રીય એજન્સીઓની સામે પોલીસ કેસ અને તપાસ પંચનો એક નવો ચીલો ચાતરવાનો જે પ્રયાસ કર્યો છે તે જોઇને જો બીજા રાજ્યો પણ એવુ જ કરશે તો એક સમય એવો આવશે કે ભારતમાં  કેટલાક  રાજ્યો પછી એવી માંગ પણ કરી શકે કે અમારે ભારત સાથે રહેવુ જ નથી..? અલગ રાજ્ય-અલગ રાષ્ટ્ર…?  શું ભારત બીજુ રશિયા બનશે..? મામલા સંગીન હૈ,..હાર કે બાદ કેરળ ગમગીન હૈ…જીત કે બાદ ભાજપ રંગીન હૈ..!!

દિનેશ રાજપૂત

 66 ,  1