ખોખરાના યુવકની 1.90 કરોડની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

શહેરના વટવા GIDC વિસ્તારમાં ફેક્ટરી વેચવાનું કહી 1.60 કરોડની ઉચાપાત કરી હોવાની ફરિયાદ DCP ઓફિસમાં નોંધાઇ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે .ચાંદખેડા વિસ્તારમાં રહેતા આરોપી બે ભાઇઓએ ખોખરા ભાઇપુરાના યુવકને વિશ્વાસમાં લઇ આ છેતરપીંડી આચરી છે. આરોપી ભાઇઓએ પૈસાની જરૂર હોવાથી ફેકટરી વેચવાનું બહાનું બનાવી ખોટા દસ્તાવેજો, તેમજ ડ્યુ સર્ટીફિકેટ રજૂ કરી યુવક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. એટલું જ નહી આરોપીઓએ આ ફેફ્ટરી બાનખાતની શરતો મુજબ કહી યુવકને અંધારામાં રાખી અન્ય ત્રીજી પાર્ટીને વેચી મારી હતી.

વિગત મુજબ, ખોખરા ભાઇપુરા રોડ નજીક મધુવન પાર્ક સોસાયટીમાં રહેતા નિલમ નવીનચંદ્ર પેટલે ચાંદખેડા વિસ્તારમાં એસ.પીરીંગ રોડ ખાતે તપોવન સર્કલની પાસે બાલાજી વિલા-2માં રહેતા પ્રણવ પ્રભુદાસ બ્રહ્મબટ્ટ વિરૂદ્ધ ડીસીપી ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ત્રણ વર્ષ પહેલા ધીરેન બ્રહ્મબટ્ટ તથા તેનો ભાઇ પ્રણવ બ્રહ્મબટ્ટને નોટબંધી બાદ આર્થિક તંગી સર્જાતા તેમની વટવા જીઆઇડીસી ફેઝ-1માં આવેલી એનપી પેકેંજીંગ નામની ફેક્ટરી વેચવા બહાર કાઢી હતી. ત્યારે આ બન્ને ભાઇઓને સંપર્ક ફરિયાદી નિલમ પટેલ સાથે થયો હતો. ત્યારે એક કરોડ 60 લાખમાં ફેક્ટરીનો સોદો થયો હતો. બન્ને ભાઇઓએ ફેક્ટરી બાનાખાત કરી આપવાનું કહી 1 કરોડ 35 લાખ લીધા હતા. ત્યાર બાદ નિલમ પટેલે ડ્યુ સર્ટિફિકેટ માટે બાકી રકમ મિત્રો પાસેથી ટૂકડે ટૂકડે લઇ 25 લાખ ચૂકવ્યા હતા.

જો કે, બન્ને ભાઇઓએ દસ્તાવેજ માટે ગલ્લા તલ્લા કરવા લાગતા હતા. ત્યારે નિલમ પટેલ બેન્કમાં જઇને તપાસ કરી તો ફેક્ટરીના નામે 2 કરોડ 32 લાખ લોન ચૂકવવાની બાકી હોવાનું જાણવા મળતા બન્ને ભાઇઓએ વિશ્વાસઘાત કર્યો હોવાનું નિલમ પટેલનં અહેસાસ થયો હતો. ત્યારબાદ નિલમ પટેલે બન્ને ભાઇઓ પાસેથી ડ્યુ સર્ટીફિકેટ માંગ્યું તો નકલી સર્ટીફિકેટ આપ્યું હતું. જ્યારે આ અંગે ફરિયાદ કરતા આરોપીના પરિવારજનોએ નિલમ પટેલને ખોટા કેસ કરી દેવાની ધમકી આપવા લાગ્યા હતા.

આ બનાવ બાદ નિલમ પટેલે વટવા તેમજ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા આરોપીઓ સમાધાનનું રટણ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ફેકટરી અન્ય ત્રીજી પાર્ટીને વેચવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી નિલમ પટેલને કન્ફર્મીગ પાર્ટી તરીકે દસ્તાવેજમાં રજૂ કરી આ ફેક્ટરી અન્ય થર્ડ પાર્ટીને વેચી દીધી હતી. ફેક્ટરી વેચ્યા બાદ સમજુતી કરારના ત્રીસ માસ જેટલો સમય વીતી જવા છતાં કુલ 1 કરોડ 90 લાખ પરત મળ્યા નથી. જ્યારે પૈસાની માંગણી કરતા આરોપી બન્ને ભાઇઓ ગલ્લાં તલ્લા કરતા હતા. આ દરમિયાન બન્ને ભાઇઓમાંથી એક ધીરેન પ્રભુદાસ બ્રહ્મબટ્ટનું બિમારી બાદ અવસાન થયું હતું.

હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલી છે .

 302 ,  1