ખૂન કા બદલા ખૂન સે…. વાંદરાઓએ વેર વસૂલવા 250 શ્વાનને મોતને ઘાટ ઉતાર્યાં

વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે ગેંગવોર

તમે ગેંગ્સ્ટર્સ વચ્ચે થતી ગેંગવોર વિષે તો ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું તમે વાંદરાઓ અને કુતરાઓ વચ્ચે થતી ગેંગવોર વિશે સાંભળ્યું છે ? હા તમે સાચું સાંભળ્યું કારણ કે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવ્યો છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી વાંદરાઓ અને કુતરાઓ વચ્ચે ગેંગવોર ચાલી રહી છે. આ ગેંગવોરને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાણીઓની આ જુથ અથડામણમાં અત્યાર સુધીમાં 250 ગલુડિયાને વાંદરાઓએ મારી નાખ્યા છે.

ગામના લોકોનું કહેવું છે કે કૂતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. ત્યારથી બંન્ને વચ્ચે લડાઇ ચાલી રહી છે. ગામના લોકોએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી વાંદરાઓ અનેક કૂતરાના ગલુડિયાને મારી નાખ્યો છે. કૂતરાઓ અને વાંદરાઓ વચ્ચે ઝઘડાથી આખા ગામમાં દહેશત છે. ગામના લોકોએ આ ઘટનાની જાણકારી વન વિભાગને આપી છે.

પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો વાંદરાના આતંકથી પરેશાન છે. વાંદરાઓ રસ્તા પર ચાલનારા લોકો પર અનેકવાર હુમલો કરે છે. વન વિભાગે પાંજરામાં કેટલાક વાંદરાઓને કેદ કર્યા છે છતાં લોકોનું કહેવું છે કે વાંદરાઓનું ટોળું કૂતરાના બચ્ચાની શોધમાં આવે છે અને તેને ઉઠાવીને લઇ પોતાની પાસે રાખી લે છે. અનેક વાંદરાઓ ગલુડિયાને પોતાની પાસે લઇને જાય છે અને ઉંચાઇ પરથી તેને નીચે ફેંકી દે છે. ઘણીવાર ભૂખ અને તરસના કારણે ગલુડિયાના મોત થઇ રહ્યા છે.

વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેના આ ગેંગવોરના કારણે ટ્વિટર પર Monkey Vs Dog ટ્રેન્ડ થવા લાગ્યું છે. ટ્વિટર પર લોકો ફની મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. તો અનેક લોકો આ ઘટના પર મજાકના અંદાજમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી