કબીર સિંહની અભિનેત્રી કિયારા અડવાણીએ બોલ્ડ લુકમાં કર્યું રેમ્પ વોક, Pics

બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કબીર સિંહ’ને રિલીઝ થયાને એક મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ ફિલ્મે બોક્સ ઓફસ પર જોરદાર ધમાલ મચાવી દીધી હતી.

આ ફિલ્મમાં શાહિદ કપૂરના ઓપોઝીટ કિયારા અડવાણી હતી. ફિલ્મમાં ભલે કિયારા અડવાણીને સિમ્પલ સાડીઓમાં દેખાડવામાં આવી હોય પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઈલીશ છે.

હાલમાં જ કિયારા અડવાણીએ ઇન્ડિયન કૂટ્યોર વિક 2019નાં ઓપનિંગ શોમાં રેમ્પ વોક કર્યુ હતું. આ સમયે તેણે ફેમસ ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન રેડ લહેંગો પહેર્યો હતો.

આ લહેંગો અમિતનાં ‘Lumen’ કલેક્શનનો હતો. ડીપનેક સ્લીવલેસ ચોલીવાળા આ લહેંગામાં કિયારા અપ્સરા જેવી લાગતી હતી.

કિયારા અડવાણી લહેંગા સાથે ગ્રીન લેયર્ડ બીડ્સ નેકલેસ કૈરી કર્યો છે અને આ તેમના લુક સાથે પરફેક્ટ લાગી રહ્યો છે. આ સમયે કિયારા ન્યૂડ લિપસ્ટિક સાથે સિમ્પલ મેકઅપમાં નજર આવી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી