પૈસા માટે યુવકનું કર્યું અપહરણ, માર મારી કરી શાહીબાગ ઉતારી મુક્યો

નરોડા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

નરોડા રહેતા યુવકનું પૈસા માટે કારમાં અપહરણ કરી શાહીબાગ વિસ્તારમાં લઇ ગયા હતા. જ્યાં યુવક સાથે મારઝુડ કરી જો પૈસા નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જતા જતા આ ચારેય શખ્સોએ યુવકની કારની ચાવી પડાવી જબરદસ્તી કરી કાર પણ પડાવી લીધી હતી. આ અંગે નરોડા પોલીસે ચારેય શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. નોંધનીય છે કે, કૃષ્ણનગર વિસ્તારમાં યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પાંચ દિવસ જેટલો સમય થઇ ગયો છતા તેની લાશ હજુ સુધી મળી નથી.

નરોડાના વ્રુંદાવન સોસાયટીમાં રહેતા અને લોન કન્સલ્ટન્સીનું કામ કરતો મયૂર ચૌહાણને છ મહિના પહેલા રાંધેજા ખાતે મકાન જોવા માટે ગયો હતો. તે વખતે રાંધેજા ચોકી પાસે રહેતા ભોગીલાલ પટેલ સંપર્કમાં આવ્યો હતો. મયૂરને મકાનનું કામ કરાવવું હોયવાથી ભોગીલાલ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ તેમની પાસે મકાનની બારી એલ્યુમીનીયમ સેક્શનનું કામ કરવા માટે કહ્યું હતું. જો કે ભોગીલાલનો ભાવ વધારે લાગતા તેમને કામ કરવાની મયૂરે ના પાડી હતી. પરંતુ ભોગીલાલે માંગ મંગાવ્યો હોવાનું કહીંને મયૂર પાસે રૂ.40 હજાર માગ્યા હતા. કામ કર્યું ન હોવાથી મયૂરે પૈસા આપ્યા ન હતા. જેથી અવાર નવાર ભોગીલાલ તથા તેનો દિકરો કેવીન પૈસાની માંગણી કરતો ફોન કરી ધાકધમકી આપતો હતો.

દરમિયાન શનિવારે ભોગીલાલનો દિકરો કેવીને પટેલ તેના મિત્ર લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોને લઈને મયૂરના ઘર પાસે આવ્યો હતો, ત્યારબાદ મયૂર ઘરની બહાર  બોલાવ્યો હતો. ત્યારે કેવીન, લકી અને બે અજાણ્યા શખ્સોએ મયૂરભાઈ સાથે મારા મારી કરી જબદસ્તી કરી કારમાં બેસાડી પૈસા આપવા માટે દબાણ કરતા હતા. ત્યારબાદ મયૂરનું અપહરણ કરી બોપલ લઈ ગયા હતા. ત્યા પણ આ ચારેય જણાએ તેમની સાથે પૈસાની માંગણી કરી ફટકાર્યો હતો. એટલુ જ નહીં પૈસા નહીં આપેતો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મયૂરને શાહીબાગ ખાતે ઉતારી દીધો હતો અને તેની કારની ચાવી જબરદસ્તી કરી પડાવી લીધી હતી. પછી મયૂરની ગાડી લઈને આ ચારેય ફરાર થઈ ગયા હતા.

આ અંગે મયૂરે નરોડા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે  પોલીસે કેવીન પટેલ, લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં અપહરણ,મારઝુડ સહીતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 30 ,  1