જન્મદિવસ બન્યો આખરી દિવસ! મિત્રએ છરીના 36 ઘા મારી મિત્રને વેતરી નાખ્યો

ભાવનગર શહેરમાં જન્મદિવસની મહેફિલમાં ખેલાયો ખૂની ખેલ

ભાવનગરમાં મિત્રએ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા એક મકાનમાં જન્મદિવસ નિમિત્તે યોજાયેલી પાર્ટી દરમ્યાન મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બાબતે બોલાચાલીમાં મિત્રએ મિત્ર પર છરીનાઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી ભાગી ગયો હતો. જન્મ દિવસે જ યુવાનની થયેલી હત્યાના પગલે ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે પોલીસ કાફલાએ દોડી જઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આરોપી સામે તજવીજ હાથ ધરી છે. મૃતક અને આરોપી બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.

શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફ ડોંગર જીતુભાઈ રાઠોડનો જન્મ દિવસ હતો, રવિવારે શહેરની મેઈન બજાર બંધ હોવાથી ખારર્ગેટ નજીક ધોબી ગલીમાં આવેલ ચકુ મહેતાની શેરીમાં આવેલા પોતાના જૂના મકાનમા 10 થી 12 મિત્રો સાથે ગોપાલે પાર્ટીનું આયોજન કર્યું હતું. તમામ મિત્રો પાર્ટી કરી રહ્યા હતા તે દરમ્યાન શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ગોપાલ ઉર્ફે ડોંગર ઉપર હુમલો કરી દીધો હતો, અને કોઈ કંઈ સમજે એ પહેલા જ પોતાની પાસે રહેલા ચાકુ વડે ઉપરાછાપરી 36 ઘા ઝીંકી દેતા ગોપાલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

હત્યા કર્યા બાદ વિશાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એમ.એ.સૈયદ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા મામલે આરોપીને અટકાયતમાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 38 ,  1