પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ઉત્તરાયણમાં પતંગ ચગાવવા બાબતે કે કાપવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થતી હોવાના સંખ્યાબંધ કિસ્સા તો આવતા જ હોય છે. આ વર્ષે પણ નરોડામાં આવી ઘટના બની હતી. જેમાં બાળકોએ પાડોશીનો પતંગ કાપતા તે બાબતે બબાલ થઈ અને બાદમાં મારામારી થઈ હતી. જેથી બને પક્ષના લોકોએ સામસામી ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
નરોડામાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા પ્રીતિબહેન રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે. તેમના નણંદ અને ફઇજી બે દિવસ પહેલા તેમના ઘરે ઉતરાણ કરવા આવ્યા હતા. ત્યારે ઉત્તરાયણના દિવસે તેમના ધાબે બાળકો પતંગ ચગાવતા હતા ત્યારે બોલાચાલીનો અવાજ આવ્યો હતો.
જેથી જઈને તપાસ કરી તો સામેના ધાબા વાળા સાથે પતંગ કાપવા બાબતે પ્રીતિબહેનના બાળકો અને ભાણેજને સામે રહેતા કૃણાલ મોદીને ખખડાવ્યા હતા અને પતંગ ન કાપવા ઠપકો આપ્યો હતો.
જેથી પ્રીતિબહેન તેમના બાળકોને લઈને નીચે આવી ગયા હતા. ત્યારે પાડોશી કૃણાલ, દશરથ, ભીખાભાઇ અને ભાવિક ધાબેથી સીડી વાટે પ્રિતી બહેનના ઘરે આવી બોલાચાલી કરી પ્રીતિબહેનના નણંદને ચપ્પલથી ગાલ પર મારી દીધું હતું. જેથી પ્રીતિબહેને આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે પાડોશી ભીખા ભાઈએ પણ આ પ્રકારના આક્ષેપ કરી સામે વાળા પક્ષના લોકોએ બબાલ કરી મારામારી કરી હોવાના આક્ષેપ મુજબ દિનેશભાઇ, ઘનશ્યામ ભાઈ અને પિન્કીબહેન સામે નરોડામાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
18 , 1