કિંગ ખાનના દિકરા આર્યનને આજે પણ ન મળ્યા જામીન, જેલમાં જ રહેવું પડશે…

13 ઓક્ટોબરે થશે સુનાવણી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના દિકરા આર્યનને 13 ઓક્ટોબર બુધવાર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં આર્થર રોડ જેલમાં રહેવું પડશે. હવે આ મામલે બુધવારે બપોરે 2.45 વાગ્યે સુનાવણી થશે. આર્યન ખાનની જામીન અરજી પર આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને કોર્ટે સુનાવણી 13 ઓક્ટોબરના રોજ કરવાનો આદેશ આપ્યો છે, એટલે કે શાહરુખનો દીકરો આર્યન હજી બે દિવસ માટે જેલમાં જ રહેશે. આર્યન ખાનની જામીન અરજી શુક્રવારે ફગાવી દેવાયા બાદ નવેસરથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અમિત દેસાઈ આર્યનના બચાવ માટે કોર્ટ પહોંચ્યા હતા. જોકે, હવે આ મામલાની સુનાવણી 13 ઓક્ટોબરે વિશેષ એનડીપીએસ કોર્ટમાં થશે. અહીં, NCB એ કોર્ટ પાસે જવાબ આપવા માટે સમય પણ માંગ્યો છે.

આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે, ‘જો કોર્ટ જામીન અરજી ફગાવી દે તો તે ખૂબ જ સ્વાભાવિક છે. અમે તેની સામે હાઈકોર્ટમાં જઈશું. અમે મુંબઈની વિશેષ NDPS કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યન ખાનની જામીન અરજી આ આધાર પર દાખલ કરવામાં આવી છે કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી નથી અને તેની આરોપીઓ સાથે કોઈ સાંઠગાંઠ નથી. ઉપરાંત, આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં છે. મહત્વનું છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત કરવામાં આવી રહેલી પૂછપરછ બાદ આર્યન ખાન વધુ લાગણીશીલ થઇ ગયો છે. એટલું જ નહીં, એવા અહેવાલ પણ સામે આવી રહ્યાં છે કે આર્યન ખાનને તેના પિતા સાથે મળવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ જ્યારે શાહરૂખ ખાન પોતાના પુત્રને જેલમાં મળવા પહોંચ્યા તો આર્યન ખાન તેના પિતાને જોઈને ખૂબ લાગણીશીલ થયો અને રડવા લાગ્યો.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી