કિંગ ખાનના દીકરા આર્યનને હજુ રહેવું પડશે જેલમાં, આજે પણ જામીન ના મળ્યા

હજુ ઘરના નહીં પણ જેલના રોટલા ખાવા પડશે…

ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન પરની સુનાવણી આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં યોજાઈ હતી જેમાં NCB અને આર્યન ખાનના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ફરી એકવાર નિર્ણય અનામત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાં રાહત મળી નથી. ન્યાયાધીશ વી.વી પાટીલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. ન્યાયાધીશ કહ્યું કે તેઓ 20 ઓક્ટોબરે પણ વ્યસ્ત છે. પરંતુ તેઓ તે દિવસે જામીન પર સુનાવણી કરવાનો પ્રયત્ન કરશે.

બાદશાહના દિકરાને રહેવું પડશે જેલમાં
આર્યન ખાન મુંબઇથી ગોવા જનારી ક્રુઝમાં હતો અને ત્યાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં NCBએ રેડ પાડી હતી. તે સમયે આર્યન ખાન તેમજ અન્ય લોકોને દબોચી લેવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. શાહરૂખ ખાનની પણ મુશ્કેલીઓ વધી ગઇ છે.

આર્યન ખાન સહિત 6 આરોપીનો આર્થર રોડ જેલમાં ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થઈ ગયો છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આર્યન સહિત છ આરોપીને આજે, 14 ઓક્ટોબરના રોજ આર્થર રોડ જેલની કોમન કોટડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

પાંચ દિવસ કોર્ટ બંધ છે
આર્યનને આજે જામીન નથી મળતા તો તેણે પાંચ દિવસ સુધી આર્થર રોડ જેલમાં જ રહેવું પડશે. 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ તથા સેશન્સ કોર્ટમાં રજા છે.

ગઈકાલે કોર્ટમાં શું બન્યું હતું?
NCBએ 11.30એ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ત્યાર બાદ આર્યનની જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. આ પહેલાં મેટ્રોપૉલિટન કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. ડ્રગ્સ પાર્ટી કેસમાં NCBએ અત્યારસુધી 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં 2 વિદેશી નાગરિક પણ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોર્ટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ કહ્યું હતું કે આર્યન પાસેથી ભલે કંઈ ના મળ્યું, પરંતુ તે આ આખા ષડયંત્રમાં સામેલ છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આર્થર રોડ જેલમાં છે. શાહરુખે આર્યન માટે વકીલ અમિત દેસાઈને હાયર કર્યા છે. તેમણે ગઈકાલે સતીશ માનશિંદે સાથે મળીને કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનીય છે કે દેસાઈએ સલમાનને હિટ એન્ડ રન કેસમાં જામીન પર છોડાવ્યો હતો.

 182 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી