કિંગ્સ ઇલેવન અને દિલ્હી વચ્ચે આજે ટક્કર

આજે ચંદીગઢમાં ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચ રમાનાર છે. આઈપીએલની ૧૩મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. કિંગ્સ ઇલેવનની ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન અગાઉની મેચોમાં ધરખમ દેખાવ કરી ચુકી છે.

ક્રિસ ગેઇલ હાલમાં જોરદાર જોશમાં હોવાથી તમામની નજર તેના પર હેશે. રાહુલ ઉપરાંત અશ્વિન, સરફરાઝ ખાન પર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ઘરઆંગણે દિલ્હી કેપિટલ ઉપર જીત મેળવવા માટે આશાવાદી છે.

દિલ્હી કેપિટલ્સ :

અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

કિંગ્સ ઇલેવન પંજાબ :

મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજોયન

 37 ,  3