‘આપ’ની રણનીતિ, કિન્નર અખાડાની મહામંડળેશ્વરને આપી ટિકિટ

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી માટે રણનીતિ રચતા કિન્નર અખાડાની મહામંડળેશ્વર માં ભવાની નાથ વાલ્મીકિને ચૂંટણી ટિકિટ ફાળવી છે. શુક્રવારના રોજ કિન્નર અખાડાની મહામંડળેશ્વર મા ભવાની નાથ વાલ્મીકિ આપના સાંસદ સંજય સિંહની મુલાકાત લીધી હતી જે પછી તેમણે આમ આદમી પાર્ટીની સભ્યતા સ્વીકારી હતી.

કિન્નર અખાડાની મહામંડળેશ્વર માં ભવાની નાથ વાલ્મીકિ આમ આદમી પાર્ટી ચૂંટણી ટિકિટ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેઓ સપાના ઉમેદવાર શ્યામાચરણ ગુપ્ત સામે ચૂંટણી લડશે.

 43 ,  3