કિન્નર વહુએ બિકીની પહેરીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

ગ્લેમરસ અવતાર જોઇને ફેન્સ પણ થયા ઘાયલ, જુઓ PHOTOS…

પોતાના કડક સ્વભાવના દમ પર ‘બિગ બૉસ 14’નો તાજ હાંસલ કરનારી જાણીતી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક આજકાલ માલદીવમાં છે. જ્યાં તેને પોતાના સેક્સી અંદાજથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. રૂબિના દિલૈક અહીં પતિ અભિનવ શુક્લાની સાથે તેનો બર્થડે સેલિબ્રેશન કરી રહી છે.

રૂબિના દિલૈકે માલદીવની સુંદરતાની વચ્ચે બિકીનીમાં પોતાની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે દરિયાકિનારે લહેરોની સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.

રૂબિના દિલૈકે નિયૉન પિન્ક એન્ડ ગ્રીન પ્રિન્ટેડ બિકીની પહેરેલી છે. જેમાં તે એકદમ સિઝલિંગ લાગી રહી છે. ફેન્સને તેનો ગૉર્જિયસ લૂક ખુબ પસંદ આવી રહ્યો છે.

શક્તિ સીરિયલમાં કિન્નર વહુ બનીને ઘરે ઘરે જાણીતી થયેલી રૂબિના દિલૈકનો આ ગ્લેમરસ અવતાર હોશ ઉડાવી રહ્યો છે. આ તસવીરોમાં તેની બૉડીના શાનદાર કર્વ્સ જોઇ શકાય છે.

આ તસવીરોને શેર કરતા રૂબિના દિલૈકે કેપ્શનમાં લખ્યું- હું માલદીવમાં વેકેશન પર છું, અને તમે જોઇ શકો છો કે અહીં કંઇક ક્રેઝીનેસ થઇ રહ્યું છે. રૂબિનાની આ તસવીરો ખુબ પસંદ કરવામા આવી રહી છે, આ તસવીરોને લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે, ફેન્સ આના પર જાતજાતની કૉમેન્ટો પણ કરી રહ્યાં છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી