કિરણ બેદીને પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હાટાવાયા

તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજનને સોંપાયો પુડુચેરીનો વધારાનો ચાર્જ

કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપનરાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુદરરાજનને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કિરણ બેદીને 29 મે 2016ના ઉપરાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પુડ્ડુચેરીની કૉંગ્રેસ સરકાર અને કિરણ બેદી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન આપી તેમને આગ્રહ કર્યો હતો કે પૂર્વ આઈપીએસ અધિકારીને પરત બોલાવવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે તે ‘તુગલક દરબાર’ ચલાવી રહ્યા છે.

 59 ,  1