નવાબ મલિકના આક્ષેપ કિરીટસિંહ રાણાએ ફગાવ્યા, કહ્યું – મારે કોઈ સાથે નાતો નથી..

જીતુ વાઘાણીએ કહ્યું ‘હું ચેલેન્જ કરું છું કે…’

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાતના મંત્રી કીરિટસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈના ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સાથે ગુજરાત સરકારના મંત્રીને નિકટના સંબંધો હતા એવો અત્યંત ગંભીર આક્ષેપ મલિકે કર્યો છે. મલિકે રાણા સામે ગંભીર આક્ષેપ કર્યો કે, ડ્રગ્સ કૌભાડમાં સંડોવાયેલા સુનિલ પાટિલ, મનિષ ભાનુશાળી વગેરે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. આ તમામ લોકોના રાણા સાથેના સંબંધોનો આક્ષેપ કરીને મલિકે એવો સવાલ પણ કર્યો કે, ડ્રગ્સ નેટવર્કનું સંચાલન ગુજરાતમાંથી તો નથી થઈ રહ્યું ને ?

NCP નેતા નવાબ મલિકે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ભાજપ નેતા કિરીટસિંહ રાણા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે કિરીટસિંહે આક્ષેપોને ફગાવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે નવાબ મલિક ગુજરાતના ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેમણે મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ. કિરીટસિંહ રાણા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે તેવા આક્ષેપો મલિકે કર્યા હતા. જોકે કિરીટસિંહ રાણાએ આક્ષપે ફગાવ્યા છે. કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવતા કહ્યું કે, હું કોઈ ને મળ્યો નથી અને મારે કોઈ સાથે નાતો નથી.

સમગ્ર મામલે નવાબ મલિકે એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં મુંદ્રા બાદ દ્વારકાથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ પણ અમદાવાદ અવરજવર કરે છે. જેમાં તેઓ અમદાવાદની નોવોટેલ તેમજ ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાય છે. જેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે. 

વધુમાં નવાબ મલિકે એવુ પણ કહ્યું છે કે ગુજરાતના એક મંત્રી સાથે ગોસાવીના તેમજ ભાનુશાળીના સંબંધો છે. જેમાં નામ તેમણે કિરીટસિંહ રાણાને ગોસાવી અને ભાનુશાળીના સંબંધો છે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાયું છે.

જીતુ વાઘાણીએ નવાબ મલિકને ફેંક્યો પડકાર

તો સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને NCP પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. NCP પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી