કિસાન આંદોલન-યુપી ઇલેકશન, યે રિશ્તા ક્યા કહલાતા હૈ..!

ચિત્ર ચોખ્ખુ છે- યુપી ચૂંટણી સુધી આંદોલન ચાલશે..

3 કાયદા રદ્દ પછી હવે એમએસપીનો અડિંગો..

યોગી દમાદમ મસ્ત કલંદરની જેમ જીતશે…

મોદીએ યોગીને શું કહ્યું તે “રાઝ” રાજનાથે કહ્યું..

યુપીના પરિણામો આંદોલનનું ભાવિ નક્કી કરશે

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

26 નવેમ્બર. ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તારીખ અને તવારીખ છે. 26 નવે. 1949ના રોજ બંધારણસભાએ તૈયાર કરેલા આઝાદ ભારતના સંચાલન માટેના બંધારણનો સ્વીકાર કરાયો અને 26 જાન્યુઆરી, 1950ના રોજ તેને કાયદાનું સ્વરૂપ આપીને ભારતને પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો.એક વર્ષ પહેલાં 2020માં આ જ દિવસે ભારતમા કિસાનોએ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓના વિરોધમાં જે આંદોલન દિલ્હીની સરહદે શરૂ કર્યુ હતું તેને આજે 26, નવે.2021ના રોજ એક વર્ષ પૂરુ થયું. ભારતમાં સરકાર વિરોધી આંદોલનોમાં કિસાન આંદોલને એક ઇતિહાસ રચ્યો છે. આટલુ લાંબુ આંદોલન ક્યારે ચાલ્યુ નથી. આંદોલન શરૂ થયું ત્યારે સરકારને અને મિડિયાને તો એમ જ હતું કે બહુ લાંબુ નહી ચાલે. એકાદ-બે સપ્તાહમાં ડેરા-તંબુ સમેટી લેવાશે..

તેના બદલે દિવસો-સપ્તાહો અને મહિનાઓ વિતતા ગયા તેમ કિસાન આંદોલન, લોગ આતે ગયે ઔર કારવાં બઢતા ગયા….ની જેમ વિરાટ બન્યું. 700 જેટલા કિસાનો આંદોલનના સ્થળે કે આંદોલનમાં ભાગ લેવા જતી વખતે કે આવતી વખતે અકસ્માતમાં કે પછી કેટલાકે ફાંસો ખાઇને આંદોલનના સ્થળે જ મોતને વ્હાલુ કર્યું. કિસાન આંદોલનને એક વર્ષ પુરૂ થાય તે પહેલા દેવ દિવાળીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને કિસાનોની-દેશવાસીઓની માફી માંગી અને 3 કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને કિસાનોને હવે આંદોલન સમેટીને પોતપોતાના ઘરે જવા અપીલ કરી.

વડાપ્રધાને માંફી માંગી અને કિસાનોની માંગણી પ્રમાણે કાયદા પરત ખેંચી લેવા કહ્યું એટલે કિસાન આંદોલન સમેટાઇ જવુ જોઇએ. પરંતુ તેના બદલે આંદોલન જારી હૈ…રાકેશ ટિકૈત સહિતના કિસાન નેતાઓ હવે એમએસપી- મીનીમન સપોર્ટ પ્રાઇઝ-લઘુતમ ટેકાના ભાવો માટે કાયદો બનાવવાની માંગણી કરી રહ્યાં છે.. એમએસપી એટલે ખેત ઉપજના ટેકાના એવા ભાવો કે ખેડૂતોને આર્થિક નુકશાન ન જાય અને ઉપજ પણ વેચાઇ જાય.

સરકારે એસએસપી અંગે કાંઇ કહ્યુ નથી એટલે દિલ્હીની બોર્ડર પર એ જ દ્રશ્યો અને શિયાળામાં કિસાનો કંબલ ઓઢીને કે તાપણુ કરીને બેસી રહ્યાં હશે. તેમના આંદોલનના સ્થળથી થોડેક દૂર યુપીમાં પણ રાજકિય ગરમાવાની વચ્ચે ઠંડી શરૂ થઇ છે. વિન્ટર ઇઝ કમીંગ…ની સાથે ઇલેકશન ઓલ્સો કમીંગ….ની આલબેલ પોકારાઇ રહી છે..!

25 નવે.ના રોજ વડાપ્રધાને યુપીના નોઇડામાં ઝેવર ખાતે એશિયાના સૌથી મોટા વિમાની મથકનો શિલાન્યાસ કર્યો. તે અગાઉ પૂર્વાંચલમાં હરક્યુલસ વિમાનમાં બેસીને હાઇવે પર ઉતરીને સૌથી મોટા એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કર્યું. કનેકટીવીટી….હાઇવેની કનેકટીવીટી અને ઝેવર એરપોર્ટથી પ.યુપીના 30 જિલ્લા સાથેની કનેકટીવીટી વધશે.એક સાથે 178 વિમાનો પાર્ક થઇ શકશે. વિશ્વનું ચોથાક્રમના મોટા વિમાની મથકેથી સપ્ટેમ્બર,2024માં પહેલુ વિમાન ઉડાન ભરે એ રીતે ચકાચક તૈયાર થઇ જશે. દેશ-દુનિયા સાથે કનેકટીવીટી વધશે અને સીએમ યોગી અને પીએમ મોદીએ પણ યુપીના લોકો સાથે કનેકટીવીટીને આગળ વધારતાં યુપીના રાજભવનમાં ચાલતા ચાલતા વાર્તાલાપ કર્યો….શું વાર્તાલાપ થયો એનો ખુલાસો પણ ત્યારબાદ થયો..

કેન્દ્રીય મંત્રી અને એક સમયના યુપીના સીએમ રાજનાથસિંહના કહેવા પ્રમાણે- સીએમ-પીએમ ચાલતાં ચાલતા અને પીએમ સીએમના ખભે હાથ મૂકીને યોગીને જે કહી રહ્યાં હતા તે એ હતું કે યોગીજી, આપ અચ્છા કામ કર રહે હો લેકિન તેજતરાર ચલો…ફાસ્ટ ચલો..ફાસ્ટ બેટીંગ કરો..! મોદીજીએ યોગીને શું કહ્યું એ તો તેઓ બન્ને મહાનુભાવો જાણે પણ કિસાન આંદોલન જારી હૈ…ટ્રેક્ટર માર્ચ નિકલની હૈ…ઘર વાપસ નહીં જાના હૈ..એમએસપી પર અડે રહના હૈ….નો ટિકૈતસંદેશો સાફ સાફ છે કે કિસાન આંદોલ ઔર યુપી ઇલેકશન… હમ સાથ સાથ હૈ….!

યુપીની ચૂંટણીઓ બીજા મહિનામાં જાહેર થાય અને પરિણામ આવે ત્યાં સુધી દિલ્હીની સીમા પર કિસાન આતે રહેંગે…કિસાન જાતે રહેંગે..કિસાનો કે લિયે લંગર યુ હી ચલતે રહેંગે…વાહે ગુરૂ કી ફતેહ વાહે ગુરૂ કા ખાલસા…સુનાઇ દેતા રહેંગા…અને યુપી વિધાનસભાની ચૂંટણીના પરિણામના આધારે ટિકૈતબાબા નક્કી કરશે કે હવે 2024 સુધી આંદોલન ચલાવવુ છે કે પછી 3 કાયદા રદ્દની માંગણીથી સંતોષ માનવુ છે..?!

આમ તો સંતોષી નર સદા સુખી…પણ ટિકૈતબાબા કિસાનમાંથી ધીમે ધીમે રાજકિય અવતાર ધારણ કરીને યુપીમાં આરએલડી પક્ષ સાથે મળીને રાજકિય ખેતી માટે હાર નહીં માનુગા…રાર નહીં ઠાનૂગા…ની પ્રતિજ્ઞા લઇને કેસરીને હરાવવા નિકળ્યા હોય તો તેમણે કિસાન આંદોલનને મે, 2024 સુધી લંબાવવુ પડે… અને ચલાવવુ પડે… તેમ છે. સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા સહિતના કેટલાક કોમેડિયનો જેના અવાજની નકલ કરીને લોકોને ખડખડાટ હસાવે છે એ સુનિલ શેટ્ટી જેને શિલ્પા શેટ્ટી સાથે કાંઇ લેવા દેવા નથી તે અંજલિને બે હાથ અને મુખમુદ્રા પહોળી કરીને કહે છે- અંજલિ, મૈં તુમ્હે ભૂલ જાઉ યે હો નહીં સકતા ઔર તું મુઝે ભૂલ જાઓ યે મૈં હોને નહીં દૂંગા..! કમલમ કેસરી યુપીની ચૂંટણીઓના સંદર્ભમાં ટિકૈતબાબાને કહે છે- ટિકૈત, ભાજપ હાર જાયે યે હો નહીં સકતા ઔર તુમ ભાજપા કો હરો દો યે હમ હોને નહીં દેંગે..આ દેખે જરા કિસમેં કિતના હૈ દમ…યોગી હૈ દમાદમ મસ્ત કલંદર…સરકાર ભી બનેગી દમાદમ મસ્ત કલંદર…

 47 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી