તો દિલ્હીની સડકો પર કિસાનોની લાશોના ઢગલા થઇ ગયા હોત..?!

મોદી-શાહ અને દિલ્હી પોલીસના અભૂતપૂર્વ સંયમનો જય હો…

પોલીસે લાઠીઓ ખાધી, ગાળો ખાધી, માર ખાધો છતાં સંયમિત રહ્યાં..વંદન હો.!

દિલ્હીની સડકો પર કિસાનોની કુછ તુફાની હો જાયે..નું ગેરવર્તન માફ ન હો…!!

પોલીસને છૂટો દોર અપાયો હોત તો કેટલાય કિસાનોના ઢીમ ઢળી ગયા હોત…

પોલીસે પાણીનો મારો ચલાવ્યો હોત તો ઘણાંને કન્ટ્રોલ કરી શકાયા હોત

કિસાનભાઇઓ, ટ્રેક્ટર ખેતરમાં જ શોભે, તોફાન માટે સડકો પર નહીં..

એક રીતે કહીએ તો મોદી સરકારે 26મીની લાજ રાખી…

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ )

72મા પ્રજાસત્તાક દિને દેશની રાજધાની દિલ્હીમાં કિસાનો અને કિસાનોના વેશમાં કેટલાક તોફાની તત્વોએ જે હિંસા આચરી તે શાંત આંદોલન માટે કલંક સમાન તો છે, ઉપરાંત આટલી હિંસા જેમાં 113 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને વાઇરલ વિડિયોમાં દેખાય છે તેમ કિસાનો તેમના હાથમાં રહેલી લાઠીઓ વડે ફટકારી રહ્યાં છે, પોલીસ પર ટ્રેક્ટર ચઢાવી દેવાનો પ્રયાસ, જાહેર સંપત્તિને ભારે નુકશાન અને આઝાદીના પ્રતિક સમાન લાલ કિલ્લા પર એક ધર્મનો ધ્વજ ફરકાવવાની અદભૂત અને અસામાન્ય ઘટનાઓનો અંબાર છતાં પોલીસને સંયમ રાખવાની અપાયેલી સુચના બદલ ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર અભિનંદનને પાત્ર છે.

એક રીતે કહીએ તો મોદી સરકારે 26મીની લાજ રાખી અને પ્રજાસત્તાક દિને દિલ્હીની ધરતી પર કોઇનું લોહી પડવા દીધુ નથી. જો પોલીસને છૂટોદોર અપાયો હોત તો જે પ્રકારે હિંસા આચરવામાં આવી તે જોતાં પોલીસ ગોળીબારમાં દિલ્હીની સડકો પર કેટલાય કિસાનોની લાશો ઢળી ગઇ હોત તેમાં કોઇ બેમત નથી.

પોલીસે 26મીની હિંસાના તમામ ટીવી અહેવાલ, વાઇલ વિડિયો અને જ્યાં સીસીટીવી કેમેરા છે તેના ફૂટેજના આધારે તોફાનીઓને વીણી વીણીને પકડવાની શરૂઆત કરી છે. કેટલાકની સામે બળવો કરવાના પ્રયાસની કલમો પણ લગાવવાં આવી છે. કિસાન નેતા રાકેશ ટિકૈતની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમ જેમ તોફાન કરનારાઓની ધરપકડો થતી જશે તેમ તેમ તેઓ માહોલ બગાડવાનો પ્રયાસ પણ કરી શકે.

26મીનો પર્વ કલંકિત કરવાની કોઇ સાજિશ પણ કિસાન આંદોલનમાંથી કોઇએ કરી હોય તો નવાઇ નહીં. કારણ કે તેમને 12 વાગે દિલ્હીમાં પ્રવેશવાની પોલીસ મંજૂરી તેમ છતાં તેઓ 10 વાગયાથી બેરિકેડ તોડીને દિલ્હીમાં પ્રવેશવાની શરૂઆત કરી અને નવી દિલ્હી તથા પુરાની દિલ્હીના મહત્વના સ્થળોએ ધસી ગયા. આ તો ગનીમત સમજો કે 26મીએ જાહેર રજા હતી. જો રજા ન હોત તો દિલ્હીમાં ભારે રમખાણ અને રમણભમણ મચી ગયું હોત.

કોઇ ભલે કહે કે આઇબી અને પોલીસ આયોજન ફેલ ગયું પરંતુ પોલીસે જે સંયમ રાખ્યું..લાઠીઓ વિંઝવાને બદલે તોફાનીઓની લાઠીઓ ખાધી, પાળ પરથી ઉંડા ખાડામાં એકપછી એક પડતા ગયા અને એક તબક્કે કિસાનોના ટ્રેક્ટરોની સામે રોડ પર બેસીને જાનનું જોખમ ઉટાવી પરિસ્થિતિને કાબુમાં લેવાનો જે પ્રયાસ કર્યો તે તેમની આગવી સૂઝબૂઝ અને ગોળીબાર નહીં કરવાની સુચનાને આભારી છે. જો કે પાણીનો મારો-વોટર કેનન- આ વખતે કેમ ના ચલાવાયો તે પોલીસની કોઇ રણનીતિનો ભાગ હતો કે કેમ…? હાં, એટલુ ખરૂ કે ટીયરગેસના સેલ મોટી સંખ્યામાં છોડવામાં આવ્યાં પણ તેનાથી તોફાનીઓ પર કોઇ અસર થઇ હોય તેમ જણાતુ નહોતુ કેમ કે તેમને ખબર જ હશે કે સેલ તો છોડાશે તો તેનાથી બચવાના ઉપાય પહેલાથી વિચારીને રાખ્યા હોઇ શકે. અલબત્ત દેશની રાજધાનીની સડકો પર ખુલ્લી તલવારો સાથે નિકળવુ અને કાયદો-વ્યવસ્થા પોતાના હાથમાં લેવાના દ્રશ્યો લોકોએ કદાજ પહેલીવાર જોયા હશે..!

લાલ કિલ્લા પર કિસાનોના હલ્લાબોલની સરખામણી એક મિડિયાએ અમેરિકાના કેપિટોલ હિલ ઘટના સાથે કરી. જેમાં 6 જાન્યુ.ના રોજ વિદાયમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાનું સંસદ ભવન કેપિટોલ હિલ પર ચઢાઇ કરીને તોફાનો કરીને સંસદને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. એ ઘટનામાં 4 લોકો માર્યા ગયા હતા જ્યારે લાલ કિલ્લાની 26મીની ઘટનામાં એક પણ કિસાન ઘવાયો નથી કે એક પણ ગોળી તેમને મારવામાં આવી તે પોલીસ અને ગૃહમંત્રાલયના સંયમને દાદ આપવી જોઇએ. લાલ કિલ્લા પર શિખ ધર્મનો ધ્વજ ફરકાવનાર ભાજપના ગુરદાસપુર-પંજાબના સાસંદ સન્ની દેઓલનો ટેકેદાર દિપ સિધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સામસામે આક્ષેપો-આરોપોનો દૌર પણ હવે શરૂ થઇ ગયો છે.ના..ના..આ તો તમારા કિસાનો જ છે, ના…ના… આ તો અમારા નથી કોઇ બીજા તોફાની તત્વો છે…એવા નિવેદનો પણ શરૂ થયા છે.

નિવેદનબાજી-આક્ષેપબાજી એક તરફ પણ દિલ્હીમાં 26મીએ કિસાન રેલીના નામે જે થયું તે યોગ્ય તો નથી…નથી…અને નથી જ. બની શકે કે દિલ્હી બહાર બે મહિનાથી આંદોલન કરી રહેલા અને સરકાર અમારી વાત કેમ માનતી નથી…એવી કોઇ લાગણીનો એકત્ર ગુસ્સાનો લાવારસ 26મીએ દિલ્હીની સડકો પર ફૂટી પડ્યો હોય તો પણ પોલીસ પર હુમલાઓ માફ કરી શકાય નહીં. શક્તિપ્રદર્શન. યસ, તેને શક્તિપ્રદર્શન જ કહી શકાય. પંજાબ-હરિયાણાના કિસાનોએ એ બતાવવાનો પ્રયાસ કર્યો હશે કે સરકાર જો ત્રણ વિવાદી કૃષિ કાયદાઓ રદ્દ કરવાની અમારી માંગે નહીં માનેગી તો ઐસા હી હોગા….!!

અને હવે 1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે કિસાનો દ્વારા પગયાત્રા કૂચનું એલાન….!! સાંભળીને ધ્રુજારો આવી જાય….!! કેમ કે જો એ દિવસે તેમને દિલ્હીની અંદર પ્રવેશતા રોકવામાં નહીં આવે તો ચોકકસપણે અમેરિકાના કેપિટોલ હિલના દ્રશ્યો ભારતની સંસદ ભવન ખાતે પણ જોવા મળી શકે. એવુ ના બને તે માટે કોઇ રસ્તો, કોઇ હલ, કોઇ હલ અને કોઇ ચલ, કોઇ ઉપાય, કોઇ સમાધાન થાય તે દેશના હિતમાં છે. વિવાદી કાયદા દોઢ વર્ષ મુલ્તવી રાખવાની સરકારની તૈયારીને સ્વીકારી કિસાનો ઘર વાપસી કરે. કેમ કે- ધરતી કહે પુકાર કે…બીજ ઉગા લે પ્યાર કે…મૌસમ બિતા જાય….મૌસમ બિતા જાય….!1

-દિનેશ રાજપૂત

 75 ,  1