September 21, 2020
September 21, 2020

કાશ્મીરમાં આતંકીઓની ખોખલી ધમકી, છોકરીઓ ડાંન્સિંગ વિડિયો અપલોડના કરે, નહીં તો…

ઘાટીમાં છોકરીઓને ડાન્સિંગ વિડિયો અપલોડ ન કરવા આંતકીઓએ આપી ધમકી

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓએ એક નવુ ફરમાન જાહેર કર્યું છે. જેમાં છોકરીઓને ડાન્સિંગ વિડિયો અપલોડ ન કરવા ખોખલી ધમકી આપી છે. આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદિન તરફથી આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

પોસ્ટરમાં હિઝબુલે છોકરીઓને સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ ન કરવા સૂચન કર્યું છે. હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા ધરની બહાર ચિપકાવવમાં આવેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, તેવી છોકરીઓને ચેતવણી જે સોશિયલ મીડિયામાં ડાન્સિંગ વિડિયો શેર કરે છે. પોસ્ટરમાં છોકરીઓને પગ ભાગી નાખવાની ધમકી આપી છે.

પોસ્ટરમાં આતંકીઓની બોખલાહટ જોવા મળી રહી છે. કારણ કે ઘાટીમાં સેનાનો જવાનો સતત આતંકીઓનો એક પછી એક ખાત્મો કરવામાં આવી રહ્યો છે. હાલ આ પોસ્ટરને લઇ સમગ્ર વિસ્તારમાં એક દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સુરક્ષા અધિકારીઓએ પોસ્ટરને લઇ તાપસ હાથ ધરી છે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર