પ્રાંતિજ ખાતે ઉજ્જવલા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને કિટનુ વિતરણ કરવામા આવ્યુ

400થી વધુ લાભાર્થીઓને સગડી, બોટલની કિટ આપવામા આવી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને પ્રધાનમંત્રી ઉજવલા યોજના અંતર્ગત ૪૦૦ થી પણ વધારે લાભાર્થીઓને ઉજવલા કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

પ્રાંતિજ ખાતે આવેલ વી.એસ.રાવલ એજ્યુકેશન કેમ્પસ ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મ દિને લઈને પ્રાંતિજ પુરવઠા વિભાગ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા શહેરી વિસ્તાર અને તાલુકામા રહેતા ૪૦૦ થી પણ વધારે જરૂરીયાત મંદ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા અંતર્ગત સગડી, ગેસની બોટલ સહિતની કીટનું વિતરણ તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ એક વાલી વાળા બાળકોને મંજુરી હુકમ વિતરણ કરવામા આવ્યા હતા જેમા એકવાલી બાળકોને દર મહિને બે હજાર રૂપિયા તેમજ જયાં સુધી બાળક ૧૮ વર્ષનો ના થાય ત્યાં સુધી સરકાર દ્વારા આપવામા આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના કાર્યક્રમને જીવત પ્રસારણ પણ બતાવવામા આવ્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગર પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા, ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, નગર પાલિકા કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન પ્રાંતિજ નાયબ મામલતદાર બીપીનભાઇ બારોટ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમનું સફર એલાઉન્સ મેન્સ ભાવનાબેન મોદી દ્રારા કરવામા આવ્યુ હતુ

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી