…તો શું કેન્સલ ટિકિટોમાંથી પણ ભારતીય રેલ્વે કરે છે કરોડો રૂપિયાની કમાણી !

ભારતીય રેલવે ટિકિટ બુકિંગની મદદથી કમાણી તો કરે જ છે, પરંતુ કોઇ મુસાફરની ટ્રેન ટિકિટ કેન્સલ થાય તો પણ રેલવેને કરોડોની આવક થાય છે. આ જાણકારી RTIના મદદથી સામે આવી છે. ભારતીય રેલવેએ વર્ષ 2018-19માં ટિકિટ કેન્સલ થવાથી 1,536.85 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી.

મધ્યપ્રદેશના નિમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે માહિતી આપી કે તેમને રેલ મંત્રાલયના રેલવે માહિતી કેન્દ્ર (CRIS) થી અલગ અલગ અરજીઓ પર આ માહિતી મળી છે. RTI અરજીમાં પુછવામાં આવેલા સવાલનાં જવાબ અનુસાર રેલવેએ બુક થયેલી ટિકિટોને રદ્દ કરવા બદલ વસુલાતા કેન્સલેશન ચાર્જમાંથી 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

RTI કાર્યકર્તાએ રેલવે પાસે આ જાણકારી માગી હતી કે શું રેવલે ટિકિટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી ફીને ઘટાડવાનું વિચાર ચાલી રહ્યો છે ? રેલવેએ આ સવાલનો હાલ કોઇ જવાબ આપ્યો નથી. અનારક્ષિત ટિકટિંગ પ્રણાલી એટલે કે યુટીએસ હેઠળ બૂક યાત્રી ટિકિટને રદ્દ કરવાથી રેલવેને 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી.

 34 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી