વ્હાઈટ કે બ્રાઉન, જાણો કઈ બ્રેડ છે પૌષ્ટિક?

આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો નિયમિતપણે કસરત, વ્યાયામ, યોગાસનો વગેરે કરતા જોવા મળે છે. શું ખાવું શું ન ખાવું તે નક્કી કરવા લોકો અનેક નિષ્ણાતોની સલાહ લેતા હોય છે. આપણા નાસ્તામાં વર્ષોથી ઉપયોગમાં લેવાતી બ્રેડ વિષે એવી ઘણી વાતો છે જેનો આપણને ખ્યાલ નથી.

બ્રાઉન બ્રેડ ઘઉંથી બને છે જ્યારે વ્હાઇટ બ્રેડ મેંદાથી બનેલી હોય છે. વ્હોલ ગ્રેન(આખા અનાજ)થી બનેલી બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડની તુલનામાં એક પૌષ્ટિક નાસ્તો સાબિત થાય છે. તેમા ફાઇબરની પ્રચુરતા હોય છે જે પાચનને યોગ્ય રાખે છે. આ ઉપરાંત તેમાં વિટામીન બી-6, વિટામીન ઇ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, જિંક, કોપર, અને મેગનીઝ પણ હોય છે.

જ્યારે વ્હાઇટ બ્રેડમાં ફાઇબરનું પ્રમાણ ઓછુ હોય છે. જેના લીધે પાચન સંબંધી ઘણી સમસ્યા થવા લાગે છે. વ્હાઇટ બ્રેડમાં કેલ્શ્યિમ વધુ પ્રમાણમાં રહેલું છે. તેની બનાવટમાં ખાંડનો સમાવેશ થાય છે જેથી તેમાં કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે. તેના વધુ પડતા સેવનથી વજન ઝડપથી વધવા લાગે છે. જયારે બ્રાઉન બ્રેડમાં મિઠાસ ઓછી હોય છે જેના લીધે કેલરી પણ ઓછી થાય છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર