વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં બનાસકાંઠાના કોદરામના ખેડૂત પુત્રે ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

વડગામ તાલુકાના કોદરામના વતની રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણાએ વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં ચક્ર ફેંકમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજેન્દ્રનો અભ્યાસ પાલનપુર થયો છે. 2017માં 12 ધોરણ પાસ કર્યું હતું. સ્પોર્ટ્સ મા સારું પરફોર્મન્સ હોવાથી સ્પોર્ટ્સની તાલીમ માટે બે વર્ષથી ગાંધીનગર સાઈ ઇન્સ્ટિટયૂટ ગયા હતા. ભારત માથી 26 જણને પેરા એંથલેટિક માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

જેમાં બનાસકાંઠા ના 2 યુવાનો નુ ચયન થયું હતું. તેમાંથી રાજેન્દ્રને ગોલ્ડ મેડલ આવતા ગામમાં ખુશી છવાઈ છે. રાજેન્દ્ર એ અત્યાર સુધી રાજ્ય કક્ષાના છ થી સાત મેડલ મેળવ્યા છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા મહેનત કરતો રહે છે. તેની માતા પીનાબેન માત્ર ચાર ચોપડી ભણેલા છે અને પિતા ધોરણ 10 માં નાપાસ છે.

બનાસકાંઠાનું નામ વિશ્વ મા ગૌરવ વંતુ કરવામાં રાજેન્દ્રસિંહ ની સાથે પાલનપુર તાલુકા ના કુશ્કલ ગામ ના નીતિન ચૌધરી એ પણ પેરા ઓલિમ્પિક મા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ખેડૂત પરિવાર મા થી આવતા નીતિને 2 વર્ષ ગાંધીનગર મા તાલીમ લીધી હતી અને ત્યારબાદ નીતિન ચૌધરી નું સિલેકશન થયું હતું. જોકે બનાસકાંઠા ના 2 યુવકો એ પેરા એથલીકટ મા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વ મા નામ રોશન કર્યું છે.

બનાસકાંઠા નું સમગ્ર વિશ્વ માં નામ રોશન કરનાર નીતિન ચૌધરી અને રાજેન્દ્ર રાણા નું જિલ્લા વહીવટી તંત્ર એ આજે સન્માન કર્યું હતું જિલ્લા કલેકટરે આ બન્ને યુવકો ને પેંડા ખવરાવી અને સન્માન કર્યું હતું ત્યારે હવે આ 2 યુવકો 2021 અને 2024 મા રમાનારી પેરા ઓલિમ્પિક ની તૈયારી કરી બનાસકાંઠા ની સાથે દેશનું નામ રોશન કરે તેવી આશા જીલ્લા વાસીઓ રાખી રહ્યા છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી