ફરી ટોપ પર રહ્યા કોહલી,રોહિતથી 10 ગણી વધુ બ્રાન્ડ વેલ્યૂ ….

‘રન મશીન’ વિરાટ કોહલી માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, બિઝનેસના મામલામાં પણ સુપરહિટ છે. બેટિંગ અને કેપ્ટનશિપના તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર કોહલીએ ‘ભારતીય સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ’ના મામલામાં દિગ્ગજ અભિનેતાઓને પાછળ છોડી દીધા અને સતત ત્રીજા વર્ષે પહેલા ક્રમ પર છે.

અમેરિકાના ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન યૂએસ ડોલર જે લગભગ 1691 કરોડ ભારતીય રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રસપ્રદ વાત તે છે કે લિમિટેડ ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્માથી 10 ગણી વધુ બ્રાન્ડ વેલ્યૂ વિરાટની છે.

આ યાદીમાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર, અભિનેત્રી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવી હસ્તિઓ વિરાટથી પાછળ છે.ક્રિકેટરોની વાત કરીએ તો ટોપની લિસ્ટમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર,પૂર્વ કેપ્ટન એમેસ ધોની,હિટમેન રોહિત શર્મા પણ સામેલ છે.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર