કોહલીએ પ્રથમ અડધી સદી સમર્પિત કરી પોતાની વ્હાલી દિકરીના નામે..

50 રન પછી બેટ ઉઠાવીને આ સ્કોર દીકરી વામિકાને સમર્પિત કર્યો..

IPL 2021માં વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સારા ફોર્મમાં છે. અત્યાર સુધી RCB આ સીઝનમાં 4 મેચ રમીને છે અને ચારેયમાં જીત મેળવી છે. ગુરુવારે યોજાયેલી સીઝનની 16મી મેચમાં RCBનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ (RR) સાથે હતો. RCBએ 10 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું.

બેંગ્લોરની ટીમે 16.3 ઓવરમાં 181 રન નોંધાવીને મેચ જીતી હતી. પડિક્કલ અને કોહલીની જોડીએ કમાલ કરી હતી. પડિક્કલે 101 રન અને કોહલીએ 72 રન નોંધાવ્યા હતા. કેપ્ટન કોહલીએ પોતાની અડધી સદી દીકરીને સમર્પિત કરી હતી

વિરાટ કોહલીએ મેચની 13મી ઓવરમાં 50 રન ફટકાર્યા હતા. કોહલીએ આ સીઝનની પહેલી અડધી સદી ફટકારી છે ત્યારે તેણે આ સ્કોર દીકરી વામિકાને સમર્પિત કર્યો છે. અડધી સદી ફટકાર્યા પછી વિરાટ કોહલીએ સૌથી પહેલા બેટ ડગઆઉટમાં પોતાના ટીમમેટ્સ તરફ ઊંચુ કર્યું. જે બાદ તેણે સ્ટેન્ડ તરફ જોઈને ફ્લાઈંગ કિસ આપી અને બેબીનો ઈશારો કર્યો હતો. આ ઈશારા દ્વારા તેણે પોતાની અડધી સદી દીકરી વામિકાને સમર્પિત કરી હતી.

 39 ,  3