હાર છતાંય કોહલીને આ વાત પર છે ગર્વ !

ઇંગ્લેન્ડ સામેના મુકાબલામાં ભારતને 31 રનોથી હારનો સામનો કરવો પડ્યો. રોહિત શર્માની શાનદાર સદી અને વિરાટ કોહલીની અડધી સદી છતાંય ભારત ઇંગ્લેન્ડની સામે 338 રનના લક્ષ્યને ભેદી શકયું નહીં. ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતાં 7 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકયું.

મેચમાં હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તમામ ટીમો એક બે મેચ હારી છે અને અમે સ્વીકાર કરવો જોઈએ કે ઇંગ્લેન્ડે સારું પ્રદર્શન કર્યું. ટોસથી ફરક પડતો નથી પરંતુ બેટિંગના મામલામાં અમે એટલા ક્લીનિકલ નથી થઇ શકયા કારણ કે વિકેટ ફલેટ હતી. અમે લક્ષ્યને આંબી શકતા હતા પરંતુ ઇંગ્લેન્ડની ટીમે બોલિંગ સારી કરી.

કોહલીએ કહ્યું કે તે અને પંડ્યા જ્યારે બેટિંગ કરી રહ્યા હતા તો તેમની પાસે સારી તક હતી. અમારી વિકેટ પડી ગઇ અને પછી ચેઝ કરવાનું મુશ્કેલ થઇ ગયું પરંતુ અંતમાં તેનો શ્રેય ઇંગ્લેન્ડને જ જાય છે. તેમણે સારી બોલિંગનું પ્રદર્શન કર્યું આથી વધુ રન કરી શકયા નહીં.

તો બીજી તરફ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગન એ કહ્યું કે મને લાગે છે કે શરૂઆત જ સારી થઇ. ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કરવો સરળ નહોતો. મને સવારથી જ વિશ્વાસ નહોતો પરંતુ અમે સારું કર્યું. જૉનીની સદી જોઇ ખૂબ સારું લાગ્યું.મને ભારતીયોની બેટિંગ પણ સારી લાગી પરંતુ અમારા બોલર્સે સારું પ્રદર્શન કર્યું અને તેમને રોકી લીધા

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી