દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી કોહલી રમશે

વિરાટ કોહલીએ તમામ અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ

વનડેની કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા રવાના થશે, જ્યાં 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ રમાવાની છે. ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી રમશે અને તેણે BCCI પાસે આરામની માંગ કરી નથી. કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે ફેલાવવામાં આવી રહેલા સમાચાર ખોટા છે. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ પસંદગીકારોએ કહ્યું હતું કે તમને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યા છે, જે પછી કોઈ વાત થઈ નથી.

વિરાટ કોહલીએ આ નિવેદનથી સૌને ચોંકાવ્યા
વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે મેં ટી20 ની કેપ્ટનશીપ છોડી ત્યારે મેં બીસીસીઆઈને કહ્યું હતું કે હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા માંગુ છું, પરંતુ બાદમાં પસંદગીકારોએ પોતાની રીતે નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ કહ્યું, ‘હું વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ છું. ભૂતકાળમાં કેટલીક બાબતો સામે આવી હતી કે હું કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, આવી બાબતો વિશ્વાસપાત્ર નથી. ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પાંચ પાંચ પસંદગીકારોએ કહ્યું હતું કે હું ODI ટીમની કેપ્ટનશીપ કરીશ નહીં.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી