ઉત્તરપ્રદેશ : શાહજહાંપુરમાં ઓવરબ્રિજ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી

Video : સવારે 3 વાગ્યાના સુમારે સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં..

યુપીના શાહજહાંપુરનો સૌથી લાંબો 2 કિલોમીટરનો ઓવરબ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે સવારે 3 વાગ્યાના સુમારે સર્જાયેલા દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ પુલ લગભગ 12 વર્ષ પહેલા બનાવ્યો હતો.

પુલ ધરાશાયી થવાને કારણે શાહજહાંપુરથી કલાન તહસીલનો મુખ્યાલયનો સીધો સંપર્ક તૂટી ગયો છે. આ બે કિલોમીટર લાંબો પુલ શાહજહાંપુર-બદાયુન રોડ પર બનાવવામાં આવ્યો હતો. જલાલાબાદ પોલીસ સ્ટેશનના કોલા પુલના આ અકસ્માત બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પુલ રામગંગા અને બેહગુલ નદી પર બનેલો છે. પુલનો મોટો ભાગ નદીમાં પડી ગયો છે. બે દિવસ પહેલા એક ટ્રક અહીં રેલિંગ તોડીને નદી પર બનેલા આ જ પુલ પર લટકી ગયો હતો. હાલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માત સમયે એક કાર પુલ પર હતી, જોકે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. પુલનો એ જ મોટો ભાગ ધરાશાયી થયો હતો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી