કોરોના કી રસી, રસી ના હોકર કીસી કી જાગીર બન ગઇ હૈ ક્યા…?!

કેટલી સહજતાથી કહી દીધુ નહીં…મફતમાં કોરોનાની રસી આપીશું….

અરે, ઓ બિહારીબાબુ…તુમ મુઝે વોટ દો, મૈં તુમ્હે વેક્સિન દૂંગા…!

ચૂંટણીમાં સોનુ-ટીવી-ટેબલેટની જેમ હવે મફત રસી આપવાનાં વચનો….

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

કોરોના વાઇરસના સર્જક ચીન માથુ ખંજવાળે છે કે મારા બેટા, આ ભારતવાળા અને તેમાં પણ ભાજપવાળા ખરા છે હોં.. કોરોનાની રસીનો રાજકિય ઉપયોગ અને તે પણ ચૂંટણીઓ જીતવા માટે કરશે એવી જો ખબર હોત તો ચીનવાળા કોરોનાને ભારતમાં મોકલત જ નહીં…!!

દેશમાં એવા ઘણાં મોટી વયના નાગરિકો હશે કે જેમણે તેમના જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઇ હશે, મતદાન કર્યુ હશે, પક્ષો દ્વારા અનેક લોભામણી ભેટસોગાદો અને વચનો સાંભળ્યા હશે પણ જે મહારોગથી ભલભલા ડરી રહ્યાં છે કે મહામારી કોરોનાને રોકવા તૈયાર થઇ રહેલી અને હજુ તો બજારમાં આવી પણ નથી એવી રસીને લઇને ભાજપ બિહારના મતદારોને એમ કહેશે કે જો અમે સત્તામાં આવીશું તો દરેક મતદારને કોરોનાની રસી મુફ્ત મેં દી જાયેંગી….

તેનો એવો અર્થ વિપક્ષોએ કર્યો કે ભાજપ મતદારોને એવી લાલચ આપે છે કે તુમ મુઝે વોટ દો, મૈં તુમ્હે મફત મેં ટીકા દૂંગા…! છે ને મજેદાર..લિજ્જતદાર સોદો. તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા એમ કહેનાર આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝ જો આજે હયાત હોત તો બિહારમાં ચૂંટણીઓ જીતવા ભાજપે આપેલા કોરોના રસીના ચૂંટણી વચનને જોઇને તેમને કદાજ જીવન ટૂંકાવવાનું મન થઇ ગયું હોત….! અને એ કહેત-અરેરેરે…સાવ છેલ્લે પાટલે….? વોટ માટે રસીનો સોદો….?

કોરોનાને રોકવાની રસી એટલે કે વેક્સિન કોઇ સોદાની ચીજવસ્તુ છે ભલા…? હાં, ભાજપ માટે તો બિહારમાં એ સોદાની ચીજ જાણે-અજાણે બની ગઇ કે બનાવી દેવામાં આવી છે. હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. 28મીએ પહેલા તબક્કાનું 71 બેઠકો માટે મતદાન છે. ભાજપે તે પહેલાં ધૂમધડાકા સાથે .ઢંઢેરો બહાર પાડ્યો. વચન આપ્યું-એય, બિહારી બાબુ….કઇસનવા હો…હમ કા કહત રહે હૈ તુમકા સુનો ન…, વો ક્યા હૈ કી તુમ હમકા વોટ દો…હમ તુમકા ટીકા દેયેગા ટીકા..ઔર વો ભી કોરોના કા ટીકા….એક બાર ટીકા લગવા દિયા ફિર કભી બી કોરોના નહીં હોગા…!

“નયા ભારત”માં ભારતે એટલી પ્રગતિ કરી કે હવે ચૂંટણી વચનોમાં મફત રસી આપવાનાં વચનો આપવામાં આવી રહ્યાં છે. આવું તો આવુ તો અત્યાર સુધી ક્યાંય થયું નથી. અરે, ભાઇ…મેં ક્યા કહે રહા હું….સરકારોએ લોકોને રસી તો મફતમાં જ આપવાની હોય ને…પછી તે પોલિયોના ટીપાં હોય કે કોરોનાથી બચવાની રસી હોય. ટીવીની રસી મફતમાં અપાય છે તેમ. તો શું સરકાર કોરોનાની રસી માટે પૈસા વસૂલ કરવાની છે….? લગ તો ઐસા હી રહા હૈ, વર્ના મફતમાં રસી આપવાની જાહેરાત શા માટે કરે…? હે નાગરિકો, સરકાર કોરોનાની રસીના પૈસા લેવા માંગે છે એટલે અત્યારથી જ સરકારને લખો પોસ્ટકાર્ડ…!! પછી છેલ્લે એવું લખવુ પડશે- હું તો કાગળિયા લખી લખી થાકી….ભાજપ તારા મનમાં નથી….!! નવરાત્રિ છે એટલે ઐસા એક ગરબા તો બનતા હૈ ન…?

તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષો મહિલા મતદારોને રીઝવવા સોનાના મંગળસૂત્ર આપવાનું વચન આપે છે, ટીવી નવા નવા આવ્યાં ત્યારે ટીવી આપવાનું વચન આપતા હતા, જેમ હવે વિદ્યાર્થીઓને ટેબલેટ કે લેપટોપ આપવાના વચનો ગુજરાત જેવા રાજ્યમાં પક્ષો દ્વારા આપવામાં આવે છે. ગરીબોને ઘરનું વચન અપાય છે, રોજગારીના વચનો અપાય છે પણ જે રોગ ભયાનક અને ચેપી છે તેનાથી બચવા લોકો ન જાણે કેવા કેવા ઉપાયો- નુસ્ખાઓ અને અખતરાઓ કરી રહ્યાં છે ઉકાળો પીવા સહિતના રસ્તા અજમાવી રહ્યાં છે અને તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે તેની રસી. અને એ રસી સરકારે નાગરિકોને વિનામૂલ્યે જ આપવાની થાય પણ ભાજપ એવી ગણતરી મૂકે છે કે એક રસીના કમસે કમ 500 રૂપિયા તો થશે જ, પણ બિહારવાસીઓ, ડોન્ટ વરી..બી હેપ્પી…મૈં હૂં ન…કાહે ઘબરાવત હો…ઈ તુમરા સેવક…તુમરા ચોકીદાર હૈ ન…કોનો ડરને કી બાત નહીં. સબ ઠીક હોવેગા. બસ હમકા વોટ દઇ દો…!!

બોલો, કેસરીલાલ જાણે કે બિહારના લોકો ઉપર ઉપકાર કરતાં હોય તેમ, અને એક રીતે તો કેટલાક તેને ધમકી જ માને છે કે- સોચ લો ઠાકૂર…જે વોટ આપશે તેને રસી મળશે…જિસને હમે વોટ નહીં દિયા ઉસકો ટીકા…જૈસે ચાઇનીઝ. ટીકટોક બંધ હો ગયા ઐસે….? સમજ લો કી હુક્કા-પાની બંધ…હો સકતા હૈ…

લોકડાઉન વખતે 39 લાખ બિહારી શ્રમિકો દેશના દરેક રાજ્યોમાંથી પોતાના માદરે સ્ટેટ બિહાર કોઇપણ રીતે પહોંચવા નિકળ્યા હતા-તેઓ કઇ રીતે પહોંચ્યા એ દેશ આખાએ જોયું, કેટલાયની આંખોમાં દડ..દડ..આંસુ વહ્યા..જેટલી મદદ કરી શકાય એટલી મદદ લોકોએ કરી પણ જેમણે વ્યવસ્થા કરવાની હતી તેઓ બીજી વ્યવસ્થામાં વ્યસ્ત હતા અને બધુ થાળે પડ્યું ત્યારે ઠાવકાઇથી એમ કહ્યું-મિ.લોર્ડ…અમે એક કરોડ લોકોને સહીસલામત રીતે તેમને તેમના ઘરે પહોંચાડ્યા….!

જેઓ કેટલાય કિ.મી. પૈદલ ચાલીને પહોંચ્યા તેઓ આ સાંભળીને મનમાં મલકાયા અને મનમાં જ બોલ્યા હશે- જુઠ હૈ યે…! બોલ્યા તો હશે પણ મનમાં, કેમ કે જાહેરમાં બોલે તો-દેશ વિરોધી….

કોરોનાથી બચવા માટે લોકો પાસેથી તાળીઓ અને થાળીઓ વગાડવામાં આવી…દિવડા પ્રગટાવો રાજ…કરવામાં આવ્યું અને દેશમાં આમ કરતાં કરતાં કોરોનાના કેસો 75 લાખને પાર કરી ગયા છે. કોરોના હોય કે અન્ય કોઇ પણ મહામારી, લોકોને બચાવવાની પ્રાથમિક જવાબદારી ચૂંટાયેલી સરકારની જ હોય. પણ અહીં તો….પેલું ગીત છે ને- જૂતે લો પૈસે દો…ની જેમ ટીકા લો…વોટવા દો….!! યા વોટવા દો…ટીકા લો…

સુશાસનબાબુ કી તરહ બિહારીબાબુ પણ માથુ ખંજવાળે છે-હાય રબ્બા…..મૈં કી કરા….?!

દિનેશ રાજપૂત

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર