બીજા ક્વાર્ટરમાં Kotak Mahindra Bankનો નફો 7% ઘટ્યો

Kotak Mahindra Bankની વ્યાજ આવકમાં 3.2%નો વધારો

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 7% ઘટીને 2032 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કનો નફો 2184.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક 3.2 ટકા વધીને 4020.6 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કની વ્યાજ આવક 3897.5 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ 3.6 ટકાથી ઘટીને 3.2 ટકા પર રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ 1.3 ટકાથી ઘટીને 1.1 ટકા રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના ગ્રૉસ એનપીએ 7,931.8 કરોડ રૂપિયાથી ઘટીને 7,658 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના નેટ એનપીએ 2,792.3 કરોડ રૂપિયાથી ઘટીને 2,491.4 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના પ્રોવિઝનિંગ 703.5 કરોડ રૂપિયાથી ઘટીને 424 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે છેલ્લા વર્ષના ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેન્કના પ્રોવિઝનિંગ 333.2 કરોડ રૂપિયા રહ્યા હતા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી