કૃષ્ણનગર પોલીસની ગુનાઇત બેદરકારી, ગંભીર ગુનામાં મારા મારીની કલમ લગાવી!

યુવકની હત્યામાં બેની ધરપકડ, વીડિયોમાં માર્યો સાત લોકોએ

મૃતકના પરિવારના સભ્યોએ ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરી

શહેરનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની વધુ એક ગુનાઇત બેદરકારી સામે આવી છે. જેમાં થોડા સમય પહેલાં યુવકને કેટલાક લોકોએ માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થઇ હતી અને યુવક વેન્ટીલેટર પર હતો. છતા પોલીસે મારા મારી જેવી સામાન્ય કલમ લગાવી હતી. જો કે, યુવકના મોત બાદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. ત્યારે હવે ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાતથી આઠ લોકો યુવકને નિર્દયતાથી ફટકારી રહ્યાં હતા. આમ છતા પોલીસે બે જ વ્યક્તિને આરોપી બનાવતા આ મામલે મૃતકના પરિવારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોલીસની બેદરકારીની રજૂઆત કરી છે. ત્યારે હવે પોલીસ બીજા આરોપીઓને પકડે છે કે નહીં તે જોવાનું રહ્યું.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે ધ્રુવરાજસિંહ ભાટી નામના યુવકને લાકડીઓ અને ધોકા વડે માર મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી. પીઆઈએ ડાઈંગ ડિક્લેરેશન લેવાની પણ તસ્દી લીધી ન હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કર્યો છે.
ત્યારે બીજી તરફ આ બાબતમાં પીઆઈની ગંભીર બેદરકારી ખોલતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મન વિચલિત કરી દે એવો છે છતાંય પોલીસના પેટનું પાણી હલ્યું નથી. મૃતક ધ્રુવરાજસિંહને બે લોકોએ જ નહીં પરંતુ સાતથી આઠ લોકોએ ભેગા મળી માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું છે.

આ વીડિયોમાં અનેક લોકો માર મારતા દેખાય છે ત્યારે પીઆઇ જે.આર. પટેલે શા માટે માત્ર બે લોકો સામે જ ગુનો નોંધ્યો હતો તે સવાલ ઉપસ્થિત થયો છે. અવારનવાર આ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિવાદમાં આવી રહ્યા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ પગલાં લેવાતા નથી.

નરી આંખે દેખાતી ઘટનામાં પણ પોલીસ સેટિંગ કરે છે અને મૃતકના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. આ બાબત ખરેખરે ચિંતાજનક છે.આ બાબતે કડક પગલા લેવા જરૂરી બન્યા હોવા છતાંય સ્થાનિક પીઆઇને બચાવવામાં આવી રહ્યા હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

 ગાડી ઓવર ટેક કરવાની બાબતે ખેલાયો ખૂની ખેલ

અમદાવાદના કૃષ્ણનગરમાં સરાજાહેર થયલી હત્યા મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી તપાસ અંગે માહિતી આપી હતી. ઝોન-4ના ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે 10 ડિસેમ્બરે હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે કે 12 ડિસેમ્બરે ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ભાટીનું મોત નિપજ્યું. તેમણે જણાવ્યું કે તપાસ દરમ્યાન અન્ય પાંચ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. રૂચિત ચુડાસમા નામનો આરોપી મુખ્ય આરોપીઓનો મિત્ર છે. મૃતક ધ્રુવરાજસિંહ તેમજ આરોપીઓ વચ્ચે ગાડી ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઇ હતી. ડીસીપી ગઢિયાએ જણાવ્યું કે મૃતક ધ્રુવરાજસિંહ અન્કોન્શિયસ હોવાથી ડાઇંગ ડેક્લેરેશન લેવાયું નથી.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર