સુષ્મા સ્વરાજનું ટ્વિટ- જાધવનો કેસ લડવા હરીશ સાલ્વેએ લીધો માત્ર એક રૂપિયો

ઈન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. ICJના કુલ 16 જજોમાંથી 15 જજોએ ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવતાં કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. આ મામલામાં ભારતનો પક્ષ રાખી રહેલ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે ફરીથી ચર્ચામાં આવ્યા છે.

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જણાંવ્યું હતું કે, હરીશ સાલ્વે આ કેસને લડવા માટે માત્ર એક રૂપિયો ફી લઇ રહ્યા છે. 17-જુલાઇનાં રોજ ભારતનાં પક્ષમાં નિર્ણય આવ્યા બાદ સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને હરીશ સાલ્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે હરીશ સાલ્વેને આ કેસ સોંપવામાં આવ્યો હતો ત્યારે ટ્વીટર પર કુલભૂષણ જાધવ સાથે સાથે હરીશ સાલ્વેનું નામ પણ ટ્રેડ થતુ રહ્યું. લોકો હરીશ સાલ્વેની ફીને લઇ અલગ અલગ ટ્વીટ કરતા હતા. કેટલાક કહેતા કે આ કામ માટે ભારતે તેમનો કરોડો ફી ચુકવી હશે.

વર્ષ 2015માં હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. તેમને કોર્ટથી સીધા આર્થર રોડ જેલમાં લઇ જવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ડ્રામેટીક ચેન્જમાં હરીશ સાલ્વેએ કોર્ટમાં સલમાન ખાનનો પક્ષ રાખ્યો અને તેમને જામીન મળી ગયા હતાં.

ફિલ્મકાર અશોક પંડિતે ટ્વીટ કર્યુ સારુ થયુ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કપિલ સિમ્બલ કે સલમાન ખુર્શીદ નહી પરંતુ હરીશ સાલ્વે ગયા છે.પછી સુષમા સ્વરાજે ટ્વીટ કરી ચોખવટ કરી હતી કે હરીશ સાલ્વેએ આ મામલે નામ માત્રની ફી લીધી છે. સુષમાએ લખ્યુ કે હરીશ સાલ્વેએ આ કેસ માટે માત્ર ટોકન પેટે એક રૂપિયો ફી લીધી છે.

 28 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી