કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચૂકાદો, ફાંસીની સજા પર રોક…

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. અદાલતે જાધવની સજા પર રોક લગાવતા પાકિસ્તાનને સજાની સમીક્ષા કરવાનું જણાવ્યું છે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે.

તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી