September 26, 2020
September 26, 2020

જમ્મુ-કાશ્મીર : કુલગામમાં આતંકીઓએ કરી BJP નેતા-સરપંચની હત્યા

આતંકવાદીઓએ BJP નેતા સજ્જાદ અહેમદ ખાંડેની ગોળી મારી કરી હત્યા

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક ભાજપા નેતાની ગોળી મારી હત્યા કરી છે. કુલગામમાં ભાજપના નેતા અને સરપંચ સજ્જાદ અહેમદની આતંકવાદીઓએ આજે સવારે ગોળીબાર કરી હત્યા કરી છે. આતંકીઓએ વારદાત અંજામ તે સમયે આપ્યો જ્યારે સરપંચ સજ્જાદ અહેમદ પોતાના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન આતંકીઓએ તેમને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેઓ ખૂનથી લથપથ નીચે ઢળીપડ્યા હતા. હુમલા બાદ BJP નેતાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

કાશ્મીરની ઘાટીમાં 48 કલાકની અંદર સરપંચ પર હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા 4 ઓગસ્ટની સાંજે કુલગામ જિલ્લાના મીરબાજારના અખરાન વિસ્તારમાં પંચ પીર આરિફ અહમદ શાહ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે ગંભીર રુપે ઘાયલ થયા હતા. એ બાદ શ્રીનગર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

જણાવી દઇએ, આ પહેલા 8 જુને અનંતનાગ જિલ્લાના લરકીપુરા વિસ્તારના સરપંચ અને કોંગ્રેસના સભ્ય અજય પંડિતની તેમના ગામમાં હત્યા કરવામાં આવી હતી. આ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના હત્યારાઓને ઠાર માર્યા હતા.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર