વાયુના યુ-ટર્નને લઇ કચ્છમાં 10 NDRF ટીમો તહેનાત

વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા આગામી 48 કલાકમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. એવામાં તંત્ર દ્વારા કચ્છમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં વાવાઝોડા સામે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવા સાથે જિલ્લા કલેકટરના નિર્દેશાનુસાર પ્રાંત કક્ષાએ પણ આજે બેઠક કરીને વિવિધ તંત્રોના વડાઓને ખાસ કરીને બચાવ-રાહતની કામગીરીની આવશ્યકતા ઊભી થાય તો તેને પહોંચી વળવા તમામ તૈયારીઓ સાથે સતર્ક રહેવા નિર્દેશો આપી દેવાયાં છે.

વાવાઝોડાની પરિસ્થિતિમાં કંટ્રોલરૂમ સહિત કચ્છના તમામ ઇમરજન્સી ફોન નંબર જાહેર કરાયાંની વિગતો આપી હતી. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭ અને મોબાઇલ નં.૯૯૧૩૯૧૯૮૭૫ હોવાનું તેમજ કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં કલેકટર, ડીડીઓ, જિલ્લાના પોલીસવડાઓ સહિત પ્રાંત અધિકારી, મામલતદારો, ચીફ ઓફિસરો, મત્સ્યોદ્યોગ,ખેતી, પશુપાલન વિભાગોનો પણ સંપર્ક સાધવા જણાવાયું છે. ફીશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે જેના નં.૦૨૮૩૨-૨૫૩૭૮૫-૨૫૨૩૪૭-ફેક્ષ-૨૨૪૧૫૦ ઉપરાંત તેનાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમના નં.૦૨૮૩૨-૧૦૭૭ ઉપર જરૂર પડે સંપર્ક સાધવા જણાવાયું છે.

તેમજ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીજીયોનલ ફાયર ઓફિસરશ્રી આઇ.વી.ખેરના જણાવ્યા અનુસાર તમામ વાહનો અને સાધનો સાથે ફાયર સ્ટાફ પણ સજ્જ હોવાનું જણાવી તેમના કંટ્રોલરૂમ નં. ૦૨૮૩૬-૨૫૮૧૦૧ ઉપરાંત મોબાઇલ નં.૯૮૭૯૫૧૫૯૬૬ અને ટોલ ફ્રી નં.૧૦૧ હોવાનું વધુમાં જણાવ્યું હતું. અને સિવિલ ડીફેન્સના તાલીમ અધિકારી હરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨-૨૩૦૬૦૪ ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યાં છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી