કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જ્યાં એક સીએનજી વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. જેના કારણે વાનમાં સવાર એક જ પરિવારનાં ત્રણ બાળકોનાં બળી જવાથી મોત નિપજ્યા હતાં. ત્યાં જ સાત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોંચેલી નખત્રાણા પોલીસે આપેલી માહિતી પ્રમાણે ભોગ બનનાર દલિત પરિવાર મૂળ બિબ્બરનો છે અને હાલે તેઓ નખત્રાણા રહે છે જેમાં અમુક લોકો સાંગનારાના હોવાનું જાણવા મળ્યું છે. ગાડીમાં 11 થી 12 લોકો બેઠાં હતા અને તેઓ બિબ્બરમાં માતાજીના દર્શને જતા હતા.

કારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં લોકો એકઠાં થયા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથધરી હતી. સાથે સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.
32 , 1