જયારે મોદી અને ઇમરાન થયા ભેગા, પરંતુ હસ્તધુનનની કોઈ હરકત નહિ

બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ૧૩ જુને બિશ્કેકમાં પહોંચ્યા હતા. ૧૪ જુને મોદી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા કિગેસ્તાનના બિશ્કેકમાં છે, અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ભાગ લેવા પહોંચ્યા છે.

અહીં એક જ છત નીચે હોવા છતાંયે પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે કોઈ જ મુલાકાત થઈ નહોતી. એટલું જ નહીં ડિનર સમયે બંને નેતાઓએ લગભગ એક જ ટાઈમે એન્ટ્રી મારી હતી પરંતુ તેમ છતાયે પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે કોઈ જ વાતચીત કે હસ્તધુનન સુદ્ધા ના થયું. મોદી અને ઈમરાન ખાન વચ્ચે ભારત-પાકિસ્તાનની કડવાશ SCOમાં પણ દેખાઈ હતી. જાહેર છે કે, બાલાકોટ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સંબંધો તેની ચરમસીમા સુધી વણસી ગયા હતાં.  જેની અસર અહીં પણ જોવા મળી હતી.

નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યુ હતુ કે એસસીઓ સંમેલન ઉપરાંત મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ વચ્ચે કોઈ જ દ્વિપક્ષિય વાતચીતની યોજના નથી. જ્યારે ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને બે વખત પત્ર લખીને તેમને તમામ મુદ્દે વાતચીત ફરી શરૂ કરવાની વિનંતી કરી છે. પરંતુ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. આતંક સાથે વાતચીતની કોઈ જ શક્યતા હોવાનો ભારતે ઇન્કાર કરી દીધો છે.

 14 ,  1