મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં..! બિલ્ડિંગમાં સુવિધાઓનો અભાવ, રહીશોએ કર્યો હલ્લાબોલ

બિલ્ડિંગ બનાવ્યા બાદ સુવિધાઓનો અભાવ, લોકોએ મંત્રીના ઘરે કર્યો હલ્લાબોલ

સુરતમાં કુમાર કાનાણીનો પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પ્રકાશ કાનાણી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે બિલ્ડિંગ બનાવ્યા બાદ લોકોને સુવિધા નથી આપી. જે બાદમાં રોષે ભરાયેલા લોકોએ કુમાર કાનાણીનાં ઘરની બહાર ભેગા થઇને વિરોધ નોંધાવ્યો હતો. 

મંત્રી કુમાર કાનાણીના પુત્ર દ્વારા પવિત્ર નગર નામની સોસાયટી કામરેજ ખાતે બનાવવામાં આવી હતી. જ્યાં રહેવા આવનારા લોકોને 24 કલાક પાણી, વિજળી અને અનેક સુવિધાઓ જેવી લલચામણી ઓફર આપીને મકાન વેચી નાખ્યા હતા. જો કે સોસાયટી તૈયાર થયા બાદ જે પ્રકારનું વર્ણન હતું તેવી સુવિધાઓ આપી નહોતી. મકાનમાં પણ કહ્યા અનુસારની સગવડ નહોતી આ ઉપરાંત વિજળીના કનેક્શન જેવી સામાન્ય સગવડ પણ આપી નહોતી.

આ અંગે સોસાયટીનાં રહીશો દ્વારા વારંવાર રજુઆતો છતા વારંવાર ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. વારંવાર બહાનાઓથી કંટાળેલા લોકો દ્વારા પહેલા સોસાયટી સ્તરે હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર વિવાદને થાળે પાડ્યો હતો. પરંતુ વિજ કનેક્શન ફરી નહી આવતા આખરે લોકો એકત્ર થઇને કુમાર કાનાણીના ઘરે જ હલ્લાબોલ કર્યો હતો. તેના ઘરની બહાર હોબાળો થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

નોંધનિય છે કે, કુમાર કાનાણીના પુત્રએ આ સોસાયટી બનાવી છે. જોકે, સોસાયટી બનાવ્યા બાદ ન સુવિધા આપી નથી. મકાન માલિકોના વીજ કનેક્શન કતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને મંત્રીને રજુઆત કરવા તેમના ઘરે પહોંચી ગયા હતા. જોકે, પોલીસે વચ્ચે પડી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર