સંસદમાં વિપક્ષનો જબરદસ્ત હોબાળો..

મંત્રી ક્રિમિનલ છે, તાત્કાલિક આપે રાજીનામું – રાહુલ ગાંધી

લખીમપુર ખીરી હિંસામાં સંસદમાં જોરદાર હંગામો જોવા મળ્યો. કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ક્રિમિનલ છે જેમને તરત જ હટાવી દેવામાં આવે. અન્ય તરફ સરકાર એવા મૂડમાં નથી.

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તેઓ ગુનેગાર છે. બીજી બાજુ ભારે હોબાળા વચ્ચે લોકસભા બપોર બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લખીમપુર ખીરીમાં થયેલી હત્યા અંગે અમને બોલવાની મંજૂરી આપવી જોઈએ.મંત્રી તેમાં સામેલ હતા અને જે કહેવામાં આવ્યું તે અગાઉથી એક ષડયંત્ર હતું. ખેડૂતોની હત્યા કરનાર મંત્રી રાજીનામું આપીને સજા થવી જોઈએ. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટેનીના રાજીનામાની માંગ ભલેને ખૂબ ઉઠી હોય પરંતુ સરકાર એવું કંઈ કરવાના મૂડમાં નથી દેખાઈ રહી. સુત્રોના જાણવ્યા અનુસાર સરકાર અને પાર્ટી એસઆઈટીના રિપોર્ટને અંતિમ સત્ય નથી માની રહી. બીજી તરફ સુત્રોનું એ પણ કહેવું છે કે આ કેસ ટેનીના પુત્ર વિરુદ્ધ છે તેમના વિરૂદ્ધમાં નથી. આ માટે અજય મિશ્રાના વિરોધમાં એક્શન લેવાની સંભાવના ઓછી છે.

બીજી તરફ વીપક્ષની ચર્ચાની માંગણી પર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. એટલા માટે સંસદમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જેના પર રાહલુ ગાંધીએ કહ્યું આ કેવું લોજિક છે. ? અહીંયા કોઈ પણ ચર્ચા કરાવી શકાય   


 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી