લખીમપુર ઘટના પર બોલ્યા ‘મરાઠા કિંગ’ – ભાજપે કિંમત ચૂકવવી પડશે..

લખીમપુર ઘટનાની સરખામણી કરી જલિયાંવાલા સાથે..

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લખીમપુર ઘટનાની સરખામણી જલિયાંવાલા ઘટના સાથે કરતા કહ્યું કે, લોકો ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવશે અને પાર્ટીને લખીમપુર ઘટનાની ભારે કિંમત ચૂકવવી પડશે. હિંસાને “ખેડૂતો પર હુમલો” ગણાવતા પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પવારે જણાવ્યુ કે, આ ઘટના અંગે એક્શન લેવાની જવાબદારી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની છે.

વધુમાં તેમણે આ ઘટના અંગે કહ્યું કે, “કેન્દ્ર સરકાર હોય કે ઉત્તર પ્રદેશની સરકાર, તે પણ સહેજ સંવેદનશીલ નથી. જલિયાંવાલા બાગમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે જ સ્થિતિ અમે ઉત્તરપ્રદેશમાં જોઈ રહ્યા છીએ. આજે નહિ તો કાલે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.” ઉલ્લેખનીય છે કે, રવિવારે લખીમપુરમાં થયેલી હિંસામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે.

તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે લખનૌ મુલાકાતે છે. તેમની સાથે સચિન પાયલટ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેસી વેણુગોપાલ પણ હશે.  લખનૌમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કલમ 144 લાગૂ કરાઈ છે. લખનૌ રવાના થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા જેનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જવાબ આપ્યો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી