લખીમપુર ખીરીમાં રાહુલ-પ્રિયંકા સપા-બસપાથી આગળ..

રાજકિય લાભમાં અખિલેશની સાયકલ પાછળ રહી ગઇ…

યુપીમાં પ્રિયંકાનો સહાનુભૂતિ ગ્રાફ ઉંચકાયો..?

પ્રિયંકાની ધરપકડ- ઝાડુવાળો વિડિયો….પંજે મેં જાન આઇ..?

પિડિતોને આર્થિક સહાયમાં પંજો આગળ- યોગી પાછળ..?

દીદીના પ્રતિનિધિઓ પિડિતોને મળ્યા પણ સહાય ના આપી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

લખીમપુર ખીરી. ભારતના સૌથી મોટા રાજ્યનો સૌથી મોટો જિલ્લો ગણાય છે લખીમપુર ખીરી. અત્યારસુધી આ સ્થળ વિષે યુપી સિવાયના રાજ્યોમાં ખૂબ ઓછા લોકો જાણતાં હશે. લખીમપુર ખીરી જિલ્લામાં 7 તાલુકા છે, 11 નગરપાલિકા-નગર પંચાયત છે, 23 પોલીસ સ્ટેશનો છે અને ખેડૂતો માટે 6 મંડી સમિતિઓ છે. અવધી અને હિન્દી ભાષા બોલાય છે લખીમપુર ખીરીમાં. અંદાજે 45 લાખની વસ્તી છે. ખેતીમાં શેરડીનો પાક મુખ્ય છે.

યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય આ જિલ્લાના લખીમપુર શહેરના તિનકોનિયા વિસ્તારમાં મુલાકાતે જવાના હતા. દિલ્હીની આસપાસ ચાલી રહેલા કિસાન આંદોલનના ભાગરૂપે કેટલાક કિસાનો કાળા વાવટા લઇને મૌર્યનો વિરોધ કરવા પહોંચ્યા. મૌર્ય આવે તે પહેલાં રસ્તા પર જઇ રહેલા કિસાનોની પાછ થાર જીપ પૂરપાટ આવી અને કિસાનો કચડીને પસાર થઇ ગઇ, તેનાી પાછળ બીજી 3 એસયુવી કારો પણ એ જ રીતે પૂરપાટ નિકળી ગઇ કોઇ કંઇ સમજે તે પહેલાં તો કિસાનો કચડાઇને માર્યા ગયા હતા. અને આ બધુ જોઇને કિસાનોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ભાજપના ચાર કાર્યકરોની સાથે એક પત્રકાર પણ કૂટાઇ ગયો. 8 લોકો માર્યા ગયા. પોલીસ ફરિયાદ મુજબ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો દિકરો આશિષે કિસાનોને કચડી નાંખ્યા. તેની સામે હત્યાનો ગુનો નોંધાયો..

આ વિગતો એટલા માટે કે કિસાનોને કચડીને મારી નાંખવની ઘટનાથી ભાજપની નેતાગીરી દોડતી થઇ ગઇ કેમ કે યુપી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે અને યુપીમાં પોલીસ દ્વરા વધુ બળ પ્રયોગથી બનેલા બનાવો માંડ શાંત પડ્યા અને સળગી રહેલા કિસાન આંદોલનમાં લખીમપુર ખીરીની ઘટનાએ ઇંધણ નાંખવાનું કામ કર્યું.

યુપી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા થઇ રહી હતી. પણ એવો કોઇ મુદ્દો તેમને મળતો નહોતો. સપા, બસપા પણ ઠીક ઠીક તૈયારીઓ કરી રહ્યાં હતા અને લખીમપુર ખીરીમાં કિસાનોને કેન્દ્રીયમંત્રીના પુત્ર દ્વારા કચડી નાંખવાની ઘટનાથી જાણે કોંગ્રેસને જીવતદાન મળ્યુ હોય તેમ સપાના અખિલેશ યાદવ અને બસપાના માયવતી કે બીજા કોઇ વિપક્ષો દોડે તે પહેલાં પ્રિયંકા તરત લખીમપુર ખીરી જવા રવાના થઇ પણ તેમને અટકાવીને સીતાપુર ગેસ્ટ હાઉસમાં બંધ કરી દેવાઇ.

ગેસ્ટહાઉસમાં પ્રિયંકાએ ઝાડુ લગાવ્યું અને વિડિયો વાઇરલ કર્યો. તે પહેલાં પ્રિયંકાએ તેમને અટકાવનાર પોલીસની સાથે ભારે દલીલો કરી તે વિડિયો પણ વાઇરલ થયો.. પણ સરકારનો એક મુદ્દાનો કાર્યક્રમ હતો કે તેમને લખીમપુર ખીરી જવા દેવા નહીં….પ્રિયંકા બાદ રાહુલ મેદાનમાં ઉતર્યા અને 6 ઓક્ટેબરના રોજ દિલ્હીથી લખીમપુર ખીરી જવા નિકળ્યા. સવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે અમે યુપી સરકારને અમારી મુલાકાત માટે જાણ કરી છે. પત્રકાર પરિષદમાં રાબેતા મુજબ પ્રહારો કર્યા અને લખીમપુર ખીરી જવા નિકળ્યા તો દિલ્હી એરપોર્ટ પર તેમને રોકવામાં આવ્યાં પણ ત્યારબાદ જવા દેવાયા.

દિલ્હીથી લખનૌ પહોંચ્યા તો ત્યાં પણ રોક્યા છેવટે મંજૂરી મળી તો પોલીસે કહ્યું કે અમારા વાહનમાં આવવુ પડશે….રાહુલે ઘસીને ના પાડી અને કહ્યું કે અમને ખબર છે કે તમે ક્યાં લઇ જશો…છેવટે લખીમપુર ખીરી જવાની મંજૂરી મળી અને રાહુલ તથા કોંગ્રેસના બે મુખ્યમંત્રીઓની સાથે સીતાપુર પહોંચ્યા. દરમ્યાન યુપી સરકારે પ્રિયંકાને છોડી મૂકવાનો આદેશ આપ્યો અને રાહુલ, પ્રિયંકા તથા બે મુખ્યમંત્રીઓ સહિત મોડી રાત્રે લખીમપુર ખીરી પહોંચ્યા અને માર્યા ગયેલા કિસનોના પરિવારોને ગળે મળીને સાંત્વના પાઠવી. પિડિત પરિવારો પણ તેમની ક્યારના રાહ જોઇને બેઠા હતા. રાહુલની સાથે ગયેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની અને છત્તીસગઢના ભૂપેશ બઘેલે માર્યા ગયેલા કિસાનોના પરિવારને 50-50 લાખની સહાયની જાહેરાત કરી.

5 અને 6 ઓક્ટોબરની બે દિવસનો રાજકિય ઘટનાક્રમ પર નજર નાંખનારા રાજકિય નિરીક્ષકોના મતે તારણ એ છે કે યુપીની લખીમપુર ખીરીની કિસાન હત્યા ઘટનાનો રાજકિય લાભ લેવામાં કોંગ્રેસ અને રાહુલ-પ્રિયંકા અન્ય વિપક્ષો કરતાં આગળ રહ્યાં. ટીઆરપીની ભાષામાં કહીએ તો સપા-બસપા કરતાં રાહુલ-પ્રિયંકાનો ગ્રાફ ઉંચો ગયો….સપાના અખિલેશ મોડા પડ્યા અને પિડિત કિસાન પરિવારોને મળીને સહાનુભૂતિ મેળવવામાં તમામ વિપક્ષી દળોમાં પંજો આગળ રહ્યો …

રાહુલ-પ્રિયંકા પિડિત પરિવારોને મળ્યા તે પહેલાં બંગાળથી મમતાદીદીના બે મહિલા પ્રતિનિધિઓ લખીમપુર ખીરી પહોંચી ગયા હતા અને પિડિતોને મળ્યા પણ મિડિયામાં અને રાજકિય રીતે તેનાી ભાગ્યે જ નોંધ લેવાઇ. આપ પાર્ટીવાળા પણ મળી આવ્યાં પણ યુપી સરકાર અને મિડિયાનો મુખ્ય ફોકસ કોંગ્રેસ પર હતો અને બે દિવસ રાહુલ-પ્રિયંકાએ મિડિયામાં ભરપૂર કવરેજ મેળવ્યું….આખા લખીમપુર ખીરી એપિસોડમાં જાણે કે રાહુલ-પ્રિયંકાએ બાજી મારી લીધી..હોવાની છાપ ઉપસી રહી છે પણ તેનો રાજકિય લાભ ચૂંટણીમાં મળશે કે કેમ એ તો ઇવીએમના આંકડા બોલશે અત્યારે તો અખિલેશ લખીમપુર ખીરી ઘટનાનો રાજકિય લાભ મેળવવામાં બીજા નંબરે છે.

બસપાએ નિવેદનો સિવાય ખાસ કોઇ વિરોધ નોંધાવ્યો નથી. માયાવતીએ પિડિત પરિવારોની કોઇ મુલાકાત લીધી નથી. મમતાદીદીએ યુપીની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હોવાથી આ ઘટનામાંથી જે રાજકિય લાભ મળે તેમ વિચારીને અને કોંગ્રેસથી આગળ રહેવા પોતાના પ્રતિનિધિઓ સૌથી પહેલાં મોકલ્યા પણ રાહુલ-પ્રિયંકા જેટલો અને જેવો હાઇ વોલ્ટેજ ડ્રામા ભજવાયો નથી…

મમતાદીદીની પાર્ટીએ પિડિત પરિવારોને કોઇ સહાયની જાહેરાત કરી નથી. યુપી સરકારે 45-45 લાખની જાહેરાત કરી તો કોંગ્રેસે પોતાની પંજાબ સરકાર અને છત્તીસગઢ સરકાર પાસેથી 50-50 લાખ એટલે એક પિડિત પરિવારને એક કરોડની સહાયની જાહેરાત કરીને સપા કરતાં આગળ છે. રાજકિય ઇતિહાસ ગવાહ છે કે ચૂંટણીઓ નજીક હોય ત્યારે આવા બનતા બનાવો સત્તાપક્ષ માટે મુશ્કેલરૂપ બને છે અને વિરોધપક્ષો તેનો ભરપૂર રાજકિય લાભ લેવાનો પ્રયાસ કરે છે. લખીમપુર ખીરીની ઘટનામાં કિસાનેને કચડી નાંખવામાં આવ્યાંનો વિડિયો વાઇરલ થયો છે. એક નહીં પણ ચાર-ચાર કિસાનોના મોત થયા અને એક મંત્રીના પુત્રના વાહન દ્વારા કચડી નાંખવાની ઘટનામાં કિસાન નેતા રાકેશ ટિકૈત મંચ પરથી ગાયબ છે. તેમણે ફરિયાદ દાખલ કરાવી, મંત્રીપુત્રનું નામ ના નિકળે અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગણી કરીને શાંત છે.

એકદંરે રાજકિય લેબમાં લખીમપુર ખીરી કસનળીમા સપા-બસપા-કોંગ્રેસરૂપી રંગ-રસાયણો નાંખીને ટેસ્ટ કરતાં પંજાએ સપાની સાયકલ અને બસપાના હાથીને હરાવીને સ્કોર મેળવ્યો છે અને તે માટે પ્રિયંકાની ધરપકડ, ગેસ્ટ હાઉસમાં ઝાડુ લગાવતો વાઇરલ વિડિયો, રાહુલ દ્વારા પત્રકાર પરિષદ, એરપોર્ટ પર તેમને વારે ઘડીએ રોકવા…આ બધી ઘટનાઓમાં બન્ને ભાઇ-બહેને પક્ષની અંદર તેમનો થતો વિરોધ શાંત કરવામા પણ સફળતા મેળવી છે….હવે સપાએ અને અખિલેશે વધારે રાજકિય મહેનત કરવી પડે તેમ છે…સાયકલ મારી ચાલતી જાય…ટનટન ટોકરી વગાડી જાય…એ બાજુ….બાજુ….સપાની સાયકલ રાહુલ-પ્રિયંકાને એક બાજુએ મૂકીને આગળ નિકળે છે કે કેમ…તેલ જુઓ તેલની ધાર જુઓ… સાવન કો આને દો…ચુવાન કો આને દો.. યોગી મહરાજ બધાને પહોંચે વળે તેમ છે….

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી