લખીમપુર હિંસા મામલો, સુપ્રીમ કોર્ટ UP સરકારની કાર્યવાહીથી નારાજ

મંત્રીનો દિકરો આશિષ નેપાળ ભાગી ગયો હોવાની શંકા

ઉત્તર પ્રદશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી હાથ ધરી. સીજેઆઈએ કહ્યું કે આ મામલે અમને 100 જેટલા મેઈલ આવ્યા છે. પરંતુ બધાને દલીલ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું આ મમલે રાજ્ય સરકાર તરફથી સીબીઆઈ તપાસની કોઈ ભલામણ કરવામાં આવી. યુપી સરકારના વકીલે કહ્યું કે ના આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરાઈ નથી. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીથી ખુશ નથી. ચીફ જસ્ટિસ એનવી રમનાએ યુપી સરકારને પોતાના ડીજીપીને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું કે જ્યાં સુધી કોઈ અન્ય એજન્સી તેને સંભાળે ત્યાં સુધી આ કેસના પુરાવા સુરક્ષિત રહે. કેસમાં યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ દલીલો રજુ કરી. સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી. આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે. 

લખીમપુર હિંસા કેસમાં શુક્રવારે સૌની નજર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના આરોપી દિકરા આશિષ મિશ્રા પર ટકેલી છે. સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી UP પોલીસે ગુરુવારે મંત્રી આશિષ મિશ્રાના ઘરે સમન્સ લગાવી દીધું છે. પોલીસે પૂછપરછ માટે આશિષને આજે સવારે 10 વાગે ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યો હતો. જોકે હજી સુધી આશિષ ત્યાં પહોંચ્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશિષ તેના મિત્ર અંકિત દાસ સાથે નેપાળ ભાગી ગયો છે. અંકિત દાસ પૂર્વ કોંગ્રેસી નેતા અખિલેશ યાદવનો ભત્રીજો છે.

 10 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી