લખીમપુર મામલે સુપ્રીમે યોગી સરકારને કહ્યું, અમને ઉજાગરા કરાવો છો?

છેલ્લી ઘડીએ ATR રિપોર્ટ મોકલતા સુપ્રીમ નારાજ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસા કેસ પર આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ જે દરમ્યાન સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ પર યુપી સરકારની ઝાટકણી કાઢી છે. CJI એનવી રમન્નાએ જણાવ્યું કે અમે કાલે રાત્રે એક વાગ્ય સુધી રાહ જોતા રહ્યા. તમારી સ્ટેટસ રિપોર્ટ અમને અત્યારે મળી છે. જ્યારે ગત સુનાવણી દરમિયાન અમે સ્પષ્ટ કર્યું હતું કે ઓછામાં ઓછા 1 દિવસ પહેલા અમને સ્ટેટસ રિપોર્ટ મળી જાય.

યુપી સરકાર તરફથી હાજર હરીશ સાલ્વેએ જણાવ્યું કે પ્રગતિ રિપોર્ટ દાખલ કર્યો છે. તમે કેસની સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી દો. જોકે કોર્ટે સુનાવણી મુલતવી રાખવાની ચોખ્ખી ન પાડી દીધી અને જણાવ્યું કે તે યોગ્ય નથી.

આજે સુનાવણી દરમિયાન સાલ્વેએ કહ્યું કે અમે ગઈકાલે બંધ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે જો તમે છેલ્લી ઘડીએ રિપોર્ટ આપો તો અમે તેને કેવી રીતે વાંચી શકીશું? ઓછામાં ઓછો એક દિવસ અગાઉથી આપવો જોઈએ. કોર્ટે એ પણ પૂછ્યું કે યુપી સરકારે આ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદન કેમ નથી લીધા. કોર્ટે કહ્યું કે તમે અત્યાર સુધીમાં 44 માંથી માત્ર 4 સાક્ષીઓની પૂછપરછ કરી છે, આવું કેમ? એવું લાગે છે કે યુપી પોલીસ આ મામલાની તપાસમાંથી ખસી રહી હતી. આ છબીને સુધારો. કોર્ટે કેસની સુનાવણી 26 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.

નોંધનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી