લખીમપુર હિંસા : 8 લોકોના મોત બાદ સ્થિતિ તણાવપૂર્ણ, CM યોગીએ બોલાવી બેઠક

માર્યા ગયેલા ખેડૂતોના પરિવારનોને મળવા જતા પ્રિયંકા ગાંધીની અટકાયત

નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટનામાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લખીમપુર ખીરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

લખીમપુર ખીરીની ઘટનામાં 8 લોકોના મોત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં મોડી રાત્રે મુખ્ય સચિવ અને ડીજીપી સાથે હાઈ લેવલ બેઠક યોજી છે. તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. યૂપી સરકારે નિવેદન જાહેર કરી કહ્યુ કે, આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે અને તેમાં સામેલ તત્વોને ઉઘાડા પાડવામાં આવશે. સરકારે કહ્યુ કે, આ ઘટનાના દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે જનતાને અપીલ કરી કે તે પોતાના ઘરો પર રહે અને કોઈ ઉશ્કેરણીમાં આવે નહીં. 

જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા. 

 પ્રિયંકા ગાંધીની પોલીસે કરી અટકાયત

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે.

પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી