લખીમપુર કાંડ મામલો, રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા..

ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવાની માંગ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખીરી હિંસા કેસ સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. કોંગ્રેસ નેતાઓએ લખીમપુર ખીરી કાંડ પર રાષ્ટ્રપતિ સાથે વાત કરી. કોંગ્રેસ નેતાઓએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળનારાઓમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના આ સાત સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સામેલ હતા.

રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરીમાં પીડિત પરિવારોની માંગ છે કે તેમના હત્યારાને તેની સજા મળે અને એમ પણ કહ્યું કે જે વ્યક્તિએ હત્યા કરી તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે. અત્યાર સુધી તેઓ તેમના પદ પર છે. હજું સુધી ન્યાય નથી મળ્યો. આ વાત અમે રાષ્ટ્રપતિને કરી છે.

ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમનો આશ્વાસન આપ્યું છે કે તે આજે આ મામલા પર સરકારની સાથે ચર્ચા કરશે. તેમને સસ્પેન્ડ કરવાની માંગ કોંગ્રેસની નથી, અમારા સાથીઓની નથી. આ જનતાની માંગ છે અને પીડિત ખેડૂતોના પરિવારની માંગ છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી