લખીમપુર હિંસા મામલો, આશિષ મિશ્રાની વિરુદ્ધ મળ્યા પુરાવા

ઘટના સમયે મંત્રીનો દીકરો ફોર્ચ્યૂનર કારમાં હતો હાજર

ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા મામલામાં યૂપી પોલીસને મોટી સફળતા મળી છે.સૂત્રોના જણાવ્યાનુંસાર યૂપી પોલીસને કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની વિરુદ્ધ પુરાવા મળ્યા છે. મનાઈ રહ્યું છ કે આશિષ તે દિવસે ઘટના સ્થળ પર અંકિત દાસની ફાર્ચ્યૂનર કારમાં હાજર હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસને આશિષ મિશ્રાની હાજરીના પુરાવા મળ્યા છે. જે બાદ સરગર્મીથી આશિષ મિશ્રા અને અંકિત બન્નેની શોધ કરાઈ રહી છે. ત્યારે તિકોનિયા હિંસામાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાને શુક્રવારે સવારે 10 વાગે ક્રાઈમ બ્રાન્ચની સામે હાજર નહોતો થયો. પોલીસે ગુરુવારે આશિષના ઘરે ક્રાઈમ બ્રાન્ચે નોટિસ ચોટાડી હતી.મનાઈ રહ્યુ છે કે આશિષ મિશ્રાને પોલીસે ભાગેડુ જાહેર કરી શકે છે. તેની ધરપકડ માટે પોલીસ તેના અડ્ડા પર રેડ પાડતી રહેશે.

યપી સરકાર સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ એનવી રમનાની પીઠની સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. સરકાર તરફથી અત્યાર સુધી શુ પગલા ભરવામાં આવ્યા તમામ પગલાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મૃતક પીડિતોના નામ અને આરોપીઓના નામ પણ ફરિયાદના આધારે ઉલ્લેખવામાં આવશે. સરકાર પીડિતોને વળતર અને આયોગના ગઠન સહિત તમામ પગલાની જાણકારી કોર્ટમાં દાખલ કરશે. યુપી સરકાર પોલીસની તપાસ અને આરોપીઓની ધરપકડની સ્પષ્ટતા કરશે. 

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી