September 18, 2021
September 18, 2021

સમોસે મેં આલું નહીં- બિહાર મેં લાલુ નહીં…

બિહારની ચૂંટણીઓમાં લાલુ પ્રસાદ યાદવનો દબદબો રહેતો હતો. તેમના વિશે અને તેઓ પોતે પણ એમ કહેતા હતા કે, ‘જબતક સમોસે મેં આલું હે બિહાર મેં લાલુ હે…’ પરંતુ બિહારમાં લોકસભાની એવી પ્રથમ ચૂંટણીઓ છે કે બિહારમાં ચૂંટણી જંગના મેદાનમાં ક્યાંય પણ લાલુ નથી.

ઘાસ ચારા કેસમાં તેમની સામે વર્ષો પછી કેસ ચલાવીને પાંચથી દસ વર્ષની સજા થઇ છે. તેઓ રાંચીની બિરસા મુંડા જેલમાં બંધ છે. તેમના પક્ષ RJD દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. લાલુએ પેરોલ માટે અરજી કરી હતી. પરંતુ CBIએ તેનો વિરીધ કર્યો અને કોર્ટને કયું કે લાલુ પ્રસાદ જેલમાંથી બહાર નીકળીને રાજનીતિ કરશે. પરિણામે કોર્ટ દ્વારા લાલુને પેરોલ મળી નથી.

તેના પગલે બિહારના રાજકારણમાં હવે એક નવું સૂત્ર બોલાઈ રહ્યું છે કે, ‘સમોસે મેં આલું નહીં બિહાર મેં લાલુ નહીં…’!

 60 ,  3