લાલુ યાદવની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

અડધી સજાની અવધિ પૂરી કરવામાં બે મહિના બાકી, જામીન અરજી રદ

આરજેડી સુપ્રીમો લાલુ યાદવને શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. એવામાં હવે લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. ઘાસ ચારા કૌભાડના દુમકા ટ્રેઝરી કેસમાં કરવામાં આવેલી જામીન અરજી પર શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવને હાલ જામીન આપવામાં નહીં આવે.

કોર્ટે કહ્યું કે, હજુ અડધી સજાની અવધિ પૂરી કરવામાં બે મહિના બાકી છે. જેના કારણે તેમની જામીન અરજી રદ કરવામાં આવે છે. લાલુ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે, બે મહિના બાદ ફરી જામીન અરજી કરવામાં આવશે.

 19 ,  1