લાલુ યાદવને મળ્યા જામીન, સાડા ત્રણ વર્ષ પછી જેલમાંથી બહાર આવશે

દુમકા ટ્રેજરી કેસમાં અડધી સજા પૂર્ણ કર્યા બાદ મળ્યા જામીન

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ યાદવનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બની ગયો છે. લાલૂ યાદવને દુમકા કોષાગારમાંથી 3.13 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તે હાલમાં ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહ્યાં છે. 

ચારા કૌભાંડ મામલા સંબંધિત અન્ય કેસમાં લાલૂ યાદવને પહેલાથી જામીન મળેલા છે. દઈબાસા અને દેવધર કૌષાગાર મામલામાં લાગૂને પહેલા જ જામીન મળી ગયા હતા. દોરાંડા કોષાગાર મામલામાં હજુ ટ્રાયલ ચાલી રહી છે. હવે લાલૂ યાદવ જેલમાંથી બહાર આવશે. 

લાલૂ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લાલૂ યાદવ અડધી સદા કાપી ચુક્યા છે ત્યારબાદ તેમને જામીન મળ્યા છે. જસ્ટિસ અપ્રેશ સિંહે લાલૂ યાદવે 42 મહિના 11 દિવસની સજા કાપી છે. આ અડધી સજાથી વધુ છે. તેમણે કહ્યુ કે, લાલૂ યાદવ એક-એક લાખના બે સિક્યોરિટી બોન્ડ અને આઈપીસી તથા પીસી એક્ટ હેઠળ પાંચ-પાંચ લાખનો દંડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવી શકશે. 

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર