લાલુની મનમાં ને મનમાં રહી ગઇ…ચૂંટણી સુધી જેલમાં

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમે લાલુની જામીન અરજી ફગાવી દીધી છે. લાલુ યાદવે નાદુરસ્ત તબિયતને કારણે જામીનની અરજી કરી હતી. જો કે ઉચ્ચ અદાલતે સ્પષ્ટ ઇનકાર કરી અરજી ફગાવી દીધી.

હવે લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. જોકે હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જો લાલુ યાદવને જામીન મળ્યા હોત તો બિહારના રાજકારણમાં વળાંક આવ્યો હોત.

આપને જણાવી દઇએ, 1980ના દાયકા બાદ બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી છે જે લાલુ પ્રસાદ યાદવની હાજરી વગર લડાઇ રહી છે. રાષ્ટ્રીય જનતા દળની કમાન તેમના હાથમાં છે પરંતુ બંને દીકરાઓના સંબંધમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે.

તેમના મોટા દીકરા તેજ પ્રતાપે રાજદની વિરૂદ્ધ જ મોર્ચો ખોલી દીધો છે અને લાલુ રાબડી મોર્ચા બનાવીને બે જગ્યાએથી ઉમેદવાર તરીકે ઉતરવાની વાત કરી છે.

 33 ,  3